• Gujarati News
  • National
  • રોયલપાર્ક જૈન સંઘમાં ગુણાનુવાદ સભા, દિવ્યાત્મા ગ્રંથનું વિમોચન

રોયલપાર્ક જૈન સંઘમાં ગુણાનુવાદ સભા, દિવ્યાત્મા ગ્રંથનું વિમોચન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લીલમબાઇ મહાસતીજીની તૃતીય પુણ્યસ્મૃતિ અવસરે ગુણાનુવાદ સભાનું આયોજન સુશાંતમુનિ મહારાજ એવમ નમ્રમુનિ મહારાજ આદિ સંત-સતીજીઓના સાંનિધ્યે તારીખ 10 ઓગસ્ટને શુક્રવારે સવારે 8.30 કલાકે કરવામાં આવ્યું છે. રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘના આંગણે 6 સંતો તથા 69 મહાસતીજીઓ સમૂહ ચાતુર્માસ અર્થે બિરાજી રહ્યા છે ત્યારે લીલમબાઈ મહાસતીજીની તૃતીય પુણ્યસ્મૃતિના ઉપલક્ષે સ્મૃતિ ગ્રંથયાત્રાનો પ્રારંભ 1008 આયંબિલ તપના લાભાર્થી નટવરલાલ શેઠના ‘જય જિનેન્દ્ર’, રોયલપાર્ક શેરી નં.5 થી થઇ ડુંગર દરબાર, અમિન રોડ જંક્શન, ઝેડ બ્લૂની સામે પહોંચીને ગુણાનુવાદ સભામાં પરિવર્તિત થશે. તેમના જીવન કવન અને ગુણો પર આધારિત નૂતન પ્રકાશિત ‘દિવ્યાત્મા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...