• Gujarati News
  • National
  • ખાનગી મેળા માટે જમીન હંગામી બિનખેતી ન કરવા રાજરમત

ખાનગી મેળા માટે જમીન હંગામી બિનખેતી ન કરવા રાજરમત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

રાજકોટ શહેરમાં દર વર્ષે ભાતીગળ લોકમેળાની સાથોસાથ અડધો ડઝન જેટલા ખાનગી મેળા યોજાય છે અને આ મેળાઓ એક મહિનો ચાલતા હોય છે ત્યારે આ વર્ષે શહેરના નાનામવા ચોક પાસે દર વર્ષે યોજાતા ખાનગી મેળા માટે ખેતીની જમીન હંગામી ધોરણે બિનખેતી કરવાની અરજી પોલિટિકલ પ્રેસરમાં રદ કરાયા બાદ તેની વિગતો છુપાવવા માટે નાયબ મામલતદાર ભરત કાસુન્દ્રાએ ભારે હવાતિયાં માર્યા હતા. નાયબ મામલતદારનો ખાનગી મેળા માટે આવેલી હંગામી બિનખેતી માટેની અરજી રદ કરાયાની વિગતો છૂપાવવા પાછળ શું હેતુ હતો તે પણ તપાસનો વિષય હોવાનું કહેવાય છે.

રાજકોટ શહેરમાં દર વર્ષે ઓગસ્ટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક, વિરાણી હાઇસ્કૂલમાં એક, નાનામવા ચોકડી પાસે બે, અયોધ્યા ચોક પાસે એક સહિત અડધો ડઝન જેટલા ખાનગી મેળાના આયોજન થતા હોય છે અને એક મહિના સુધી ચાલતા ખાનગી મેળાઓ લોકોના મનોરંજન માટે તહેવારમાં ફરવા માટેનું સ્થળ બની રહેતા હોય છે. રાજકોટ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર ભરત કાસુન્દ્રાએ જણાવ્યા અનુસાર ં આ વર્ષે રાજકોટ શહેરમાં માત્ર હંગામી બિનખેતી માટે 3 અરજીઓ આવી છે જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, પારિજાત પાર્ટી પ્લોટ અને મવડી ચોકડી પાસે એક પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે. જેની પ્રોસેસ હાલમાં ચાલી રહી છે. જ્યારે નાનામવા ચોકડી પાસે વર્ષોથી યોજાતા રિયલ મેળા નામના ખાનગી મેળા માટે જમીન બિનખેતીની અરજી આવી છે કે કેમ તેની કોઇ વિગતો ન હોવાનું કહી તેની અરજી અગાઉ જ રદ કરી દીધાની વિગતો છુપાવી હતી.

સ્થાનિકોની ફરિયાદના આધારે અરજી રદ કરાઇ
સ્થાનિક રહેવાસીઓએ ખાનગી મેળાની મંજૂરી ન આપવા કરેલી રજૂઆતના આધારે તેની અરજી રદ કરાઇ છે. જો કે અરજદારે નવી અરજી કરી છે અને તેની પર વિચારણા ચાલી રહી છે.

પરિમલ પંડયા, અધિક જિલ્લા કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...