• Gujarati News
  • વધુ એક બૂરે દિનનો ઝટકો! હવે કોમ્યુ.હોલના ભાડા સીધા આઠ ગણા વધારવાની દરખાસ્ત

વધુ એક બૂરે દિનનો ઝટકો! હવે કોમ્યુ.હોલના ભાડા સીધા આઠ ગણા વધારવાની દરખાસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટમનપાના શાસકોએ બૂરે દિનના ઝાટકા આપવાનો સિલસિલો લગાતાર ચાલુ રાખ્યો છે. પહેલા પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં પ્રવેશથી માંડી બેટરીવાળા વાહન સહિતના ભાડા-ફીમાં તોતિંગ વધારો કર્યા બાદ, આજીડેમમાં પક્ષી ઘરની ટિકિટમાં, રેસકોર્સના કિક્રેટ સ્ટેડિયમના ભાડામાં, પે એન્ડ પાર્કિંગમાં આકરી ફીનો કારમો ડોઝ આપ્યા બાદ હવે આમપ્રજા માટે આશીર્વાદરૂપ એવા તમામ કોમ્યુનિટી હોલના ભાડામાં સીધો 800 ટકા જેટલો વધારો ઝીંકવાની દરખાસ્ત તૈયાર થઇ છે. ગુરુવારે તેનો નિર્ણય લેવાશે.

કેન્દ્રની ચૂંટણી ટાંણે અચ્છે દિનના દેખાડેલા સ્વપ્ન હાલ તો ઝાંઝવાના જળ જેવા દેખાઇ રહ્યા છે. અચ્છે દિન આવે ત્યારની વાત ત્યારે પણ હાલ તો રાજકોટની જનતા ઉપર મનપાના શાસકોએ તો રીતસર આર્થિક બોજ નાખવા ભાવ-ભાડા વધારાનું બુલડોઝર ફેરવવા પાછું વળીને જોવાનો સંકલ્પ લીધો હોય તેમ એકપછી એક સેવા-સુવિધા મોંઘીદાટ બનાવી રહ્યા છે. શાસકોએ હવે કોમ્યુનિટી હોલના ભાડામાં બે કેટેગરી પાડીને 400 થી 800 ટકા વધારો ઝીંકવાની દરખાસ્ત તૈયાર થઇ છે. ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં પ્રજાની કમર ભાંગી નાખતો નિર્ણય થવા જઇ રહ્યો છે. બે કેટેગરી પૈકી એક કેટેગરીમાં સુવિધા વધુ અપાશે. તેના ભાડામાં રૂ.500માંથી રૂ.3500 અને અન્ય ચાર્જિસ મળીને કુલ રૂ.4000(પ્રતિ દિવસ) કરવા તેમજ ઓછી સુવિધા પૂરી પાડતા 10 હોલના ભાડામાં રૂ.500માંથી રૂ.1500 અને અન્ય ચાર્જિસ મળીને રૂ.2000 કરવાની મંજૂરી દરખાસ્તમાં માગવામાં આવી છે.

ફાઇલ ફોટો

16 કરોડનું ઓડિટોરિયમ લેવા ભાજપ પ્રેરિત બે સંસ્થા વચ્ચે હોડ

પ્રજાનીમાલિકીનીમિલકત ઉપર સંચાલનના નામે કબજો જમાવી લેવા માટે ભાજપ પ્રેરિત સંસ્થાઓ પણ દલા તરવાડીની ભૂમિકામાં આવી ગયા છે. પેડક રોડ પર રૂ.16 કરોડના ખર્ચે બનેલા આધુનિક, સુવિધાસભર અને વર્ષે મોટો નફો ઉપજાવી શકે તેવા ઓડિટોરિયમનું સંચાલન લેવા ભાજપ પ્રેરિત બે સંસ્થા વચ્ચે હોડ લાગી છે. અગાઉ વોર્ડના મહામંત્રી અને હાલ કારોબારી સભ્ય એવા સંજય હિરાણીની સંસ્થા ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ અને તેની સાથે હરીફાઇમાં શહેર ભાજપના ઉપપ્રમુખ કિશોર રાઠોડની સંસ્થા પુરુષાર્થ બન્ને વચ્ચે શીતયુધ્ધ ચાલતું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

પ્રજાની સેવા-સુવિધામોંઘીદાટ કરવા પાછળ શાસકો એવી દલીલ કરી રહ્યા છે કે, પગારબોજ હવે ઉપડતો નથી. આવી વાતો વચ્ચે મનપાએ સુરક્ષા વિભાગમાં હંગામી ધોરણે ભરતી કરાયેલા એક્સ-આર્મીમેન અને 13 સ્ટોર ઇન્સ્પેક્ટરને કાયમી સેટઅપમાં લેવાની પણ દરખાસ્ત મુકાઇ છે.

પગારબોજ વચ્ચે હવે એક્સ આર્મીમેનને કાયમી કરાશે

હોલ હાલના દર હાલની ડિપોઝિટ રિવાઇઝ્ડ દર ડિપોઝિટ

આંબેડકરનગરહોલ(જિલ્લા ગાર્ડન) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

મહારાણા હોલ(સંતકબીર રોડ) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

વિનોદભાઇ શેઠ હોલ(કોઠારિયા મે.રોડ) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

નાનજીભાઇ ચૌહાણ હોલ(ધરમનગર-ગાંધીગ્રામ) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

નવલસિંહ ભટ્ટી હોલ(ધરમનગર-ગાંધીગ્રામ) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

અવંતીબાઇ લોધી હોલ(ભક્તિનગર પ્લોટ) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

ગુરુનાનક હોલ(ગાયકવાડી) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

ગુરુ ગોવિંદસિંહજી હોલ ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

મોહનભાઇ હોલ(યુનિટ 1) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

મોહનભાઇ હોલ(યુનિટ 2) ~ 500 ~ 1000 ~ 2000 ~ 4000

હોલ હાલના દર હાલની ડિપોઝિટ રિવાઇઝ્ડ ભાડું ડિપોઝિટ

ગુરુપ્રસાદહોલ-યુનિટ 1(કૃષ્ણનગર મે.રોડ) ~ 500 ~ 1000 ~ 4000 ~ 4000

ગુરુપ્રસાદ હોલ-યુનિટ 2(કૃષ્ણનગર મે.રોડ) ~ 500 ~ 1000 ~ 4000 ~ 4000

મનસુખભાઇ ઉંધાડ હોલ(માયાણી ચોક) ~ 500 ~ 1000 ~ 4000 ~ 4000

પ્રતાપભાઇ ડોડિયા હોલ(માયાણી ચોક) ~ 500 ~ 1000 ~ 4000 ~ 4000

પેડક રોડ પર નવનિર્મિત હોલ(યુનિટ 1) 0 0 ~ 4000 ~ 4000

પેડક રોડ પર નવનિર્મિત હોલ(યુનિટ 2) 0 0 ~ 4000 ~ 4000

જલજીત હોલ પાસે નવનિર્મિત બીજો હોલ 0 0 ~ 4000 ~ 4000

ઓછી સુવિધા સાથેના 10 હોલના ભાડાવધારા અંગે સૂચન

પૂરતી સુવિધાવાળા 8 હોલના ભાડાવધારા અંગે થયેલ સૂચન