• Gujarati News
  • National
  • રિક્ષામાં આંટો મારવાની ના કહેતાં દંપતી પર હુમલો

રિક્ષામાં આંટો મારવાની ના કહેતાં દંપતી પર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવતીપરામાંરહેતા રિક્ષાચાલક અને તેની પત્ની પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. રિક્ષાચાલક અમીન યાકુબભાઇ મેમાણી (ઉ.વ.28) સોમવારે રાત્રે પોતાના ઘર પાસે ઊભો હતો ત્યારે સુરો ભરવાડ ત્યાં ધસી ગયો હતો અને ‘તારી રિક્ષા આપ ચક્કર મારવા જવું છે’ તેમ કહ્યું હતું, પરંતુ અમીને રિક્ષા આપવાની ના કહેતાં સુરા ભરવાડ અને તેની સાથેના બે શખ્સો કાના ભરવાડ અને રાહુલ ભરવાડે મળી પાઇપથી રિક્ષાચાલક અમીન પર હુમલો કર્યો હતો. અમીનને બચાવવા દોડેલી તેની પત્ની રસીદાબેનને પણ આરોપીઓએ ફડાકા ઝીંકી દીધા હતા. બનાવ અંગે અમીન મેમાણીએ નોંધાવેલી ફરિયાદ પરથી બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...