• Gujarati News
  • ગોલો ખાતા યુવાન ઉપર છરીથી હુમલો

ગોલો ખાતા યુવાન ઉપર છરીથી હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાજંક્શન પ્લોટ કોલસાવાડી પાસે ગોલાની લારી નજીક અજાણ્યા શખ્સોએ યુવાન ઉપર છરીથી હુમલો કરતા યુવાનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્ર.નગર પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે જંક્શન પ્લોટ રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો લલિત ભોજુમલ કાજિયાણી (ઉ.વ.34) કોલસાવાડીમાં ઊભો હતો ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ આવી તેમની સાથે માથાકૂટ કરી છરી વડે હુમલો કરતા યુવાનને આંખમાં છરી ખુશી જતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં યુવાનની સારવાર ચાલુ છે. શહેરમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા છે.