તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot વેપારીઓને 3 બી અને 2 એની ક્રેડિટ મેચ કરી લેવા નોટિસ અપાઇ

વેપારીઓને 3 બી અને 2 એની ક્રેડિટ મેચ કરી લેવા નોટિસ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિટર્ન નહિ ભરનાર વેપારીઓના નંબર રદ કર્યા બાદ હવે જીએસટી વિભાગે વેપારીઓને નોટિસ આપીને 3 બી અને 2 એ રિટર્નની ક્રેડિટ મેચ કરી લેવા જણાવ્યું છે. જો વેપારીઓ આ ક્રેડિટ મેચ નહિ કરે તો તેને નુકસાન જશે. રાજકોટમાં અંદાજિત 10 હજાર વેપારીઓને નોટિસ આપી છે. નોટિસમાં એવું પણ જણાવ્યું છે કે,જો પૈસા ભરવાના થતા હોય તો તે ભરી લ્યે અને જો ડિફરન્સ શોર્ટઆઉટ થઇ ગયો હોય તો તેની વિભાગને જાણ કરે.

રિટર્ન સમયસરના ભરાવવા એ સહિતની સમસ્યા છે.જેમાંથી વેપારીઓને સૌથી મોટી સમસ્યા ક્રેડિટ માટેની છે. ઘણાખરા વેપારીઓને આજદિન સુધી ક્રેડિટ નથી મળી.ત્યારે વેપારીઓને વધુ અેક નવી જવાબદારી આવી છે. જેમાં વેપારીઓને આજદિન સુધી કેટલી ક્રેડિટ મળી છે. કેટલી બાકી છે નથી મળી તો તેનું કારણ શું છે. તે સહિતની વિગતો આપવાની રહેશે.

ક્રેડિટ મેચ નહીં થાય તો ખરીદનારને નુકસાન
ક્રેડિટ મેચ નહિ થાય તો વેચનારને કોઇ નુકસાન નથી.પરંતુ ખરીદનારને નુકસાન જશે. જો સામે વાળી પાર્ટી ભુલ સુધારી નાખશે તો કોઈ ઈસ્યૂ નહિ થાય. પરંતુ ભુલ ના સુધારે અને ક્રેડિટ મિસમેચ બતાવશે તો તે વ્યાજ સાથે ભરવી પડશે. અભિષેક દોશી, સીએ

અન્ય સમાચારો પણ છે...