તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલની એડમિશન પ્રક્રિયામાં યુનિ.પ્રેફરન્સ ક્વોટા રદ કરો: તબીબોની આજે રેલી યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલની એડમિશન પ્રક્રિયામાં યુનિ.પ્રેફરન્સ ક્વોટા રદ કરો: તબીબોની આજે રેલી યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રઅને રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રના યુ.જી. અને પી.જી.ની બેઠકો પર કોમન કાઉન્સેલિંગનો લેવાયેલો નિર્ણય યોગ્ય છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી પ્રેફરન્સ ક્વોટા ચાલુ રાખવા શરૂ કરાયેલા આંદોલનના વિરોધમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બુધવારે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠ‌વવામાં આવશે.

મેડિકલ કોલેજના 400થી 500 વિદ્યાર્થીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવશે કે મેડિકલ ક્ષેત્રની પીજી કક્ષાની બેઠક ઉપર ભારત સરકાર દ્વારા તારીખ 10 માર્ચના રોજ લેવાયેલા નિર્ણય અનુસાર જે તે રાજ્યની રાજ્ય સરકાર હસ્તક કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવાની રહે છે. ઐતિહાસિક નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સૌથી મોટા ફાયદો થશે કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ડોનેશનના નામે કેપિટેશન ફી લઇ જે ઉઘાડી લૂંટ ચલાવાતી હતી તે બંધ થશે. તમામ યુનિવર્સિટીઓમાં જે પ્રેફરન્સ ક્વોટા છે તેને સંપૂર્ણપણે નાબૂદ કરી નાખશો તો ગુજરાતના વિદ્યાર્થીઓને નીટ પીજીના મેરિટના આધારે એડમિશન મેળવવાની તક મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો