તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કમોસમી વરસાદથી ચણામાં તેજી, ખાદ્યતેલમાં રૂ.20 વધ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદથી ચણામાં તેજી, ખાદ્યતેલમાં રૂ.20 વધ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાદ્યતેલબજારમાં ખાસ ખરીદી નથી અને પૂરતો માલ સ્ટોક હોવા છતાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સિંગતેલમાં ડબ્બે રૂ.20 વધ્યા છે. ચણા અને ચણાદાળના ભાવમાં કમોસમી વરસાદના પગલે ભાવ વધ્યા હતા, જ્યારે ખાંડમાં અંડરટોન નરમ હતો.

રાજકોટમાં સિંગતેલ લૂઝના 10-12 ટેન્કરના કામકાજે ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ભાવ 985-990 થયા હતા. લૂઝના ભાવમાં વધારો થતા ટેક્સપેઇડ ડબ્બે રૂ.20 વધ્યા હતા. સિંગતેલ 15 લિટરનો ભાવ 1550 અને નવા ટીનના ભાવ 1580 થયા હતા. સિંગતેલ લેબલ ટીન 1680 અને નવા ટીનનો ભાવ 1710 થયો હતો. મગફળીનો પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવા છતાં તેલના ભાવમાં સટ્ટાકીય વધારો થઇ રહ્યો છે.

દેશના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ચણાના પાકને નુકસાન થયું છે. બીજી તરફ ચણાદાળની બારમાસી ખરીદી શરૂ થઇ છે. માલની અછતના પગલે ચણામાં ક્વિન્ટલે રૂ.200 વધી 5700-5800 અને ચણા દાળમાં 400 રૂપિયા વધતા ભાવ 7500-7750 થયા હતા. બેસન 65 કિલોમાં 100નો વધારો થતા નવો ભાવ 4850-4950 બોલાતા હતા. ખાંડ બજારમાં 800 ગુણીના કામકાજે ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. ડી ગ્રેડની ખાંડ 3990-4030 અને સી ગ્રેડની ખાંડના ભાવ 4060-4130 થયા હતા.

ખાંડ બજાર નરમ અને કપાસિયા તેલ સ્થિર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો