• Gujarati News
  • National
  • 66 પાલિકાના 140 કરોડ વર્ષોથી બાકી, PGVCLના MD અજાણ

66 પાલિકાના 140 કરોડ વર્ષોથી બાકી, PGVCLના MD અજાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીરકમના વીજબિલ નહીં ભરપાઇ કરનાર ગ્રાહકો સામે ધોકો પછાડતી વીજતંત્રની 66 પાલિકાના 140 કરોડના બાકી બિલ વસૂલવામાં નિષ્ફળ રહી હોય એમ વર્ષોથી વીજકંપની પાલિકાઓને નોટિસ પે નોટિસ ફટકારી રહી છે, પણ સૌરાષ્ટ્રની મોટાભાગની પાલિકાઓ કશું ગણકારતી નથી. પાલિકાઓ પાસેથી લેણી રકમ કેટલા વર્ષોથી બાકી છે તે અંગે વીજકંપનીના એમ.ડી. પણ અજાણ છે.

કરોડ રૂપિયા વસૂલવાની વીજકંપનીની જાણે દાનત હોય તેમ માત્ર નોટિસો ફટકારી સંતોષ માની રહી છે.વીજકંપનીએ પાલિકાઓને જેટલી નોટિસો ફટકારી છે તેની જો પસ્તી વેચવામાં આવે તો એક પરિવારનું વીજબિલ ભરાય જાય. બિલ નહીં ભરાતા 15 દિવસમાં ગ્રાહકોના કનેકશન કાપી નાખી વીજકંપની કરોડોની ઉઘરાણી નહીં કરી પોતાના પગ પર કુહાડી મારી રહી છે.

પાલિકા રૂપિયા

રાજકોટ2.36 કરોડ

મોરબી 11.03 કરોડ

જામનગર 30 લાખ

અમરેલી 34.24 કરોડ

સુરેન્દ્રનગર 31.72 કરોડ

ભાવનગર 8.52 કરોડ

જૂનાગઢ 4.86 કરોડ

પોરબંદર 5.63 કરોડ

ભુજ 17.45 કરોડ

અંજાર 23.64 કરોડ

કુલ140 કરોડ

નિયમ શું છે ω| વીજબિલઆવ્યાના 10 દિવસમાં ગ્રાહકે ભરી દેવાનું હોય છે. ત્યારપછીના 15 દિવસમાં જો કોઇ ગ્રાહક બિલ ભરપાઇ કરે તો પ્રથમ તેને નોટિસ ફટકારવામાં આવે છે અને ત્યારબાદ પણ જો ગ્રાહક બિલ ચૂકવે તો તેનું વીજ કનેકશન કાપી નાખવામાં આવે છે.

સીધી વાત

એચ.આર. સુથાર, એમ.ડી. પીજીવીસીએલ

{ પાલિકાઓના કેટલા બિલ બાકી છે

-અંદાજિત 140 કરોડ

{કેટલા સમયથી બિલ ભર્યા નથી

-ચોક્કસ કહી શકાય પણ વર્ષોથી

{પગલાં કેમ નથી લેતાં

-સરકારની કચેરીઓ છે, લોકોને મુશ્કેલી પડી શકે તેથી કનેકશન કાપી શકાય, છતાં સમયાંતરે પગલાં લઇએ છીએ.

{જવાબદાર કોણ

-ચોક્કસ કહી શકાય.

સર્કલ વાઇઝ પાલિકાઓના બાકી બિલ

અત્યાર સુધીમાં વીજતંત્રે જેટલી નોટિસો આપી છે તેને એકત્ર કરી તેની જો પસ્તી વેચવામાં આવે તો એક પરિવારનું બિલ ભરાય જાય

અન્ય સમાચારો પણ છે...