• Gujarati News
  • National
  • SRP મેનનો પુત્ર દારૂની 168 બોટલ સાથે પકડાયો

SRP મેનનો પુત્ર દારૂની 168 બોટલ સાથે પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
150ફૂટના નવા રિંગ રોડ પર SRP ગ્રૂપ નંબર-13ની બહાર ઓરડીમાંથી પોલીસે દારૂની 168 બોટલ સાથે SRP મેનના પુત્રને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ SRP મેનનો પુત્ર જયદીપસિંહ ઉર્ફે ચિરાગ કિશોરસિંહ જાડેજા દારૂની હેરાફેરી કરતો હોવાની યુનિવર્સિટી પોલીસમથકના રવિરાજસિંહ જાડેજા અને શબીરભાઇ મલેકને સચોટ બાતમી મળી હતી. પીઆઇ કે.કે.ઝાલા, પીએસઆઇ વી.આર.જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડીને SRP ગ્રૂપ ગેટ નંબર-2ની બહારની ઓરડીમાંથી રૂ.50 હજાર 400ની કિંમતની દારૂની બોટલ સાથે જયદીપસિંહ ઉર્ફે કિશોરસિંહને ઝડપી લીધો હતો. તે દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછપરછ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...