• Gujarati News
  • National
  • રવિવારે રાજકોટીયન્સ આજીએ થયા \"ઓવરફ્લો\'

રવિવારે રાજકોટીયન્સ આજીએ થયા \"ઓવરફ્લો\'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટશહેરના હરવા-ફરવાના શોખિન લોકો સાંજે 4 વાગ્યા બાદ આજીડેમ જવા માટે ઊમટી પડ્યા હતા. સાંજના 6 વાગ્યા સુધીમાં આજીડેમ અને આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પોલીસને માત્ર ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પરસેવો વળી ગયો હતો.

આજીડેમ રાજકોટ શહેરની જીવાદોરી સમાન છે. એમ કહી શકાય કે, રાજકોટ શહેરનું હૃદય છે. અને હૃદય જ્યારે છલોછલ થાય ત્યારે રાજકોટરૂપી માનવ મહેરામણ ત્યાં ઊમટે તેવું તો કેમ બને. અને થયું પણ એવું જ, રવિવારે હરવા ફરવાના શોખિન તમામ રાજકોટિયન્સે જાણે આજીડેમ જવાનો નિર્ણય કર્યો હોય તેમ હાથ પડ્યું તે વાહન લઈને આજીડેમ સાઈટ પર ઊમટ્યા હતા. આજીડેમ તરફ જતી સિટી બસ અને ઓટોરિક્ષામાં બેસીને પણ લોકો ઓવરફ્લો થયેલા આજીને નિહાળવા પહોંચી ગયા હતા. જ્યાંથી ડેમ ઓવરફ્લો થાય છે ત્યાં લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ડેમ સાઈટની નીચે જ્યાં પાણીનો પ્રવાહ વહે છે તેની સાઈડમાં પણ લોકોને જવા પર મનાઈ ફરમાવી દેવાઈ હતી. આમછતાં ડેમ સાઈટ અને આજીડેમના સ્રાવક્ષેત્રની આસપાસમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મોડીસાંજ સુધી મોજ માણી હતી.

હાઈવેથી ડેમ પર જવાના રસ્તા પર ચક્કાજામ.

મોડી સાંજ સુધી લોકોએ નજારો માણ્યો

અન્ય સમાચારો પણ છે...