• Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લામાં સ્નાતક બેરોજગારોની સંખ્યા 8851

રાજકોટ જિલ્લામાં સ્નાતક બેરોજગારોની સંખ્યા 8851

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટજિલ્લામાં બેરોજગારીની સંખ્યા 23064 છે. જેમાં સ્નાતક થયા બાદ જે ઉમેદવાર બેરોજગાર હોય તેની સંખ્યા 8851 છે. સ્નાતક ઉમેદવારમાં આર્ટસ ફેકલ્ટીમાં વધુ બેરોજગાર છે. સ્નાતક ઉપરાંત ડિપ્લોમા ફેકલ્ટીમાં બેરોજગારીની સંખ્યા 1311 છે, જ્યારે ધો.10માં 3765 અને ધો.12માં 6864 છે.

જિલ્લા રોજગાર કેન્દ્રમાં અશિક્ષિત પણ ઉમેદવાર અરજી કરી શકે છે. એશિક્ષિત ઉમેદવાર જે બેરોજગાર છે તેની સંખ્યા 2273 છે. આર્ટસ ફેકલ્ટીમાં જૂન માસમાં પુરુષ ઉમેદવારને કયાંય પણ પ્લેસમેન્ટ નથી મળ્યું, જ્યારે સ્ત્રી ઉમેદવારની સંખ્યા કે જેમને પ્લેસમેન્ટ મળ્યું છે તેની સંખ્યા115 છે. જિલ્લા રોજગાર કેન્દ્રમાં રોજ ઉમેદવારો નોંધણી કરાવવા માટે આવે છે જે તમામ પ્રથમ પ્રશ્ન પૂછે કે શું મને સરકારી નોકરી મળશે, જિલ્લા રોજગાર કેન્દ્રમાં દર માસે ઉમેદવાર પત્રકની અપડેટ થાય છે.

ITI, સ્કિલ્ડ ઉમેદવારોને મળે છે ઝડપથી નોકરી

વિવિધ કંપનીઓ દ્વારા જોબફેર થતો રહે છે. નોંધાયેલા તમામ ઉમેદવારને મેલ, પત્ર કે ફોન મારફતે જાણ કરવામાં આવે છે. જોબફેરમાં આઇટીઆઇનો વિવિધ કોર્સ કરનાર તેમજ કમ્પ્યૂટર કે અન્ય ટ્રેનિંગ લેનારને પ્રથમ નોકરી મળે છે.

ઉમેદવારોમાંજાગૃતિનો અભાવ, મહત્ત્વની વેબસાઇટ પણ સતત જોતા રહેવી જોઇએ

^જેઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવવા આવે છે તેનો પ્રથમ પ્રશ્ન હોય છે સરકારી નોકરી વિશે. હકીકતે ઉમેદવારમાં જાગૃતિનો અભાવ છે. ઓજસ જેવી ઘણી મહત્ત્વની વેબસાઇટ માત્ર ગણ્યા ગાઠ્યા લોકો રીફર કરે છે. સિવાય બેન્કની ભરતી માટે વેબસાઇટ જોતા રહેવી જોઇએ. કંઇ પોસ્ટ માટે જગ્યા ખાલી છે, તેમાં એજ્યુકેશન વગેરેની માહિતી વેબસાઇટમાં ઉલ્લેખ હોય છે. યુવાનોએ ડિજિટલ યુગમાં સમય પ્રમાણે આગળ વધવું જોઇએ. > સી.કે.મારડિયા, જિલ્લારોજગાર અધિકારી

નોંધણીબાદ ઉમેદવાર રદ નથી કરાવતા

જિલ્લારોજગાર કેન્દ્રમાં જે લોકો રજિસ્ટ્રેશન કરાવી જાય છે. જેમાંથી કેટલાક લોકોને નોકરી પણ મળી ગયા બાદ તેઓ નંબર રદ કરાવવામાં એટલી ઉદાસીનતા દાખવે છે. સિવાય કે જો કોઇ કંપની રજિસ્ટ્રેશન નંબર તેમજ નોંધણી રદ થયાનું સર્ટિફિકેટ માગે તો નોકરી મળી ગયા બાદ જિલ્લા રોજગાર કચેરીએ ધક્કો ખાય છે.

સ્નાતકમાં સૌથી વધુ આર્ટસ ફેકલ્ટીના ઉમેદવાર

અન્ય સમાચારો પણ છે...