• Gujarati News
  • National
  • રિક્ષામાં દારૂ સપ્લાય કરવા નીકળેલા 3 પકડાયા

રિક્ષામાં દારૂ સપ્લાય કરવા નીકળેલા 3 પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાછેવાડે યુવરાજનગર મફતિયાપરા નજીકથી પોલીસે રિક્ષામાં દારૂ સપ્લાય કરવા જઇ રહેલા 3 શખ્સને ઝડપી લીધા હતા. રિક્ષામાંથી દારૂની 96 બોટલ મળી આવતા રિક્ષા અને દારૂનો જથ્થો કબજે કરાયો હતો. વિગત એવી છે કે, આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.આર.કુવાડિયા,મદદનીશ જયેશ નિમાવત, જયદીપસિંહ બોરાણા સહિતનો સ્ટાફ ગુરુવારે રાતે પેટ્રોલિંગમાં હતો ત્યારે યુવરાજનગર મફતિયાપરા પાસેથી રિક્ષા લઇને પસાર થઇ રહેલા ચાલકને પોલીસે શંકાના આધારે અટકાવ્યો હતો. રિક્ષાની તલાશી લેતા અંદરથી રૂ. 28,800ની કિંમતની દારૂની 96 બોટલ મળી આવતા રિક્ષામાં બેસેલા વિજય રમેશભાઇ સોલંકી (શિવાજીનગર,ચુનારાવાડ), ગાતુ ભરતભાઇ ઝાપડા (અંબિકા સોસાયટી, ચુનારાવાડ) અને રામનાથપરા મહાદેવ મંદિર નજીક રહેતા લાલજી સવજી સેજાણીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...