રાજકોટ | બનાસકાંઠા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શેઠપ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્સ રાજકોટમાં 4 ઓગસ્ટના સવારે 10 કલાકે રાષ્ટ્રીયકક્ષાનો વિજ્ઞાન સેમિનાર અને જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાશે. નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝિયમ ભારત સરકારના વડપણ હેઠળ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ધોરણ 8થી 10ના શાળા દીઠ એક વિદ્યાર્થી ભાગ લઇ શકશે. સ્પર્ધાની એન્ટ્રી માટે શાળાના લેટરપેડ પર લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટમાં 2 ઓગસ્ટ સુધીમાં પોતાની વિગત પહોંચાડવી.


રાજકોટ | બનાસકાંઠાઅને ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોની હાલત કફોડી બની છે. બનાસકાંઠાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા ભરવાડ સમાજ દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો છે. ભરવાડ સમાજની ગુરુગાદી થરાની જગ્યામાં 24 જુલાઇથી રાહત કેમ્પ શરૂ કરાયો છે. દરરોજ 5 હજાર અસરગ્રસ્તોને જમવા, તબીબી સેવા પૂરી પડાઇ રહી છે. રસ્તાઓ બેહાલ થયેલા સંપર્ક વિહોણા ગામોમાં ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુ, શિવપુરી બાપુ, કરશનપુરી બાપુ, ભરતપુરી બાપુ, સેવકો પગપાળા ચાલી લોકોને ભોજન પહોંચાડી રહ્યા છે. અસરગ્રસ્તોને કોઇ તકલીફ પડે તે માટે ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુ તથા અન્ય સેવકો કાળજી લઇ રહ્યા છે.

શૈક્ષણિક | ઇગ્નુના નર્સિંગ પ્રવેશ પરીક્ષાના ફોર્મની મુદતમાં વધારો

ધાર્મિક | મોટામવા શાંતિધામ સ્મશાન ગૃહમાં અસ્થિપૂજન

કેમ્પ | બહેનો માટે સાંધાના દર્દ માટે નિ:શુલ્ક નિદાન શિબિર

સામાજિક | પાટીદાર લગ્ન ઉત્સુકોએ પોતાની વિગતો મોકલવા તાકીદ

ફરમાન | સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ વેચાણ પર પાબંદી

બહુમાન | ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

ભરવાડ સમાજ દ્વારા અસરગ્રસ્તોને રહેવા તથા જમવાની સુવિધા

સ્પર્ધા | રાષ્ટ્રીયકક્ષાની વિજ્ઞાન સેમિનાર, જિલ્લાકક્ષની હરીફાઇ

અન્ય સમાચારો પણ છે...