• Gujarati News
  • National
  • રાજકોટ |રાજકોટના ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા 53 રવિવારથી

રાજકોટ |રાજકોટના ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા 53 રવિવારથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટના ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા 53 રવિવારથી નિ:શુલ્ક ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને આગામી તા. 2 એપ્રિલને રવિવારે બપોરે 3 થી રાત્રિના 8.30 દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, સન્યાસ ઉત્સવ, વીડિયો દર્શન, સંધ્યા ધ્યાન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. 54મા રવિવારના સંચાલક મોરબીના ઓશો સન્યાસી સ્વામી અંતરયોગેશ (અશોકભાઇ) રહેશે. ઉપરાંત રાત્રે 8 વાગ્યે કિંગ ઓફ મેલોડી ઓરકેસ્ટ્રેના ઓર્ગેનાઇઝર એચ કે લિયા દ્વારા કરાઓકેનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે. નિ:શુલ્ક ધ્યાન શિબિરમાં સહભાગી બનવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, 4 વૈદવાડી રાજકોટ ખાતે સંપર્ક કરવો. જો કે ઓશો ધ્યાન શિબિરમાં દર રવિવારે નવા તથા યુવા સંચાલકોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિ:શુલ્ક ધ્યાન શિબિર, સંન્યાસોત્સવ

અન્ય સમાચારો પણ છે...