• Gujarati News
  • National
  • કોન્ટ્રાક્ટરોએ સ્ટાફનો પગાર બેંકમાં જમા કરવાનો રહેશે

કોન્ટ્રાક્ટરોએ સ્ટાફનો પગાર બેંકમાં જમા કરવાનો રહેશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાપાલિકામાંલેબરવર્કથી માંડી ઓપરેટર અને ડ્રાઇવર સહિતનો મેનપાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરો ચોપડે વધુ મહેનતાણું દેખાડીને ઓછી રકમ ચૂકવે છે. કોન્ટ્રાક્ટરોએ તેમના સ્ટાફનું મહેનતાણું બેંકમાં જમા કરવાનું રહેશે તેવો મ્યુનિ. કમિશનર પાનીએ આદેશ કર્યો છે.

રાજકોટ મનપાની 40 જેટલી વિવિધ શાખાઓમાં નાના-મોટા 3000 જેટલા કોન્ટ્રાક્ટરો કામ કરે છે. બાંધકામ હોય કે અન્ય સિવિલ વર્ક, સફાઇ માટેની મંડળી હોય કે પછી ડ્રાઇવર અને કમ્પ્યૂટર ઓપરેટર પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ. તમામ કામ માટે રખાતા માણસોનું વેતન સરકારી ધારાધોરણ મુજબ નક્કી થયેલું હોય છે, પરંતુ મોટાભાગના કોન્ટ્રાક્ટરો એવા છે કે ચોપડે નિયમ મુજબના મહેનતાણા ઉપર સહી કરાવે છે અને તેનાથી ઓછી રકમ ચૂકવે છે. ઉપલી રકમ કોન્ટ્રાક્ટર પોતાના ગજવામાં નાખી દે છે. વર્ષોથી રીતે બેનંબરી આવક કોન્ટ્રાક્ટરો કરે છે.

દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ દૂષણને ડામવા માટે એવો હુકમ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરોએ તેમના સ્ટાફને ચૂકવવાનો થતો પગાર બેંકમાં જમા કરવાનો રહેશે. જો કોઇ કોન્ટ્રાક્ટર સ્ટાફના એકાઉન્ટમાં જમા થયા પછી બેનંબરી આવકનો કોઇ રસ્તો કાઢે ખબર પડશે એટલે કોન્ટ્રાક્ટરને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી દેવાશે.

કાળાં-ધોળાંના કારસ્તાન ઉપર લગામ

મ્યુનિસિપલ કમિશનર પાનીનો હુકમ

અન્ય સમાચારો પણ છે...