ઓશો સત્ય પ્રકાશ ધ્

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલારામ મંદિર અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તથા દાતા રૂપીનભાઇ કોટેચાના પરિવાર દ્વારા વિનામૂલ્યે દંતયજ્ઞનું આયોજન 18મીને શનિવારે સવારે 9 થી 1 સુધી વોલન્ટરી બ્લડ બેંક, જનસેવા સમાજ, બસ સ્ટેન્ડ બાજુમાં વેરાવળ ખાતે કરાયું છે.કેમ્પમાં નિષ્ણાત તબીબો સેવા આપશે.


ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે છેલ્લા 12 રવિવારથી અોશો ધ્યાન શિબિરનું આયોજન કરાયું છે. જેના અનુસંધાને 19 જૂનના સાંજે 4 થી 8.30 ઓશોના વિવિધ ધ્યાનપ્રસંગો, સન્યાસ ઉત્સવ, વીડિયો દર્શનનું આયોજન કરાયું છેે. શિબિરનું સંચાલન પાયલબેન મડિયાર કરશે. ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા માટે સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, 4 વૈદવાડી, ગોંડલ રોડ ખાતે સંપર્ક કરવો.

{ 21મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી થશે. ગુજરાત સરકાર, રાજકોટ મના સાથે જિલ્લા કલેક્ટર દ્વારા નાના મવા સર્કલ, પેરેડાઇઝ હોલ રાજકોટ સહિત જિલ્લાના તાલુકા મથકોમાં યોગ શિબિર પતંજલી યોગ સમિતિના સંચાલન હેઠળ યોજાશે. ગોંડલમાં દાસીજીવણ પાર્ટી પ્લોટ, ઉપલેટા, પડધરી, જામકંડોરણા, કોટડાસાંગાણી, લોધિકા, જસદણ, વિછીંયા, જેતપુરમાં શિબિર યોજાશે.

{ 21મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી સંદર્ભે મનપા વોર્ડ નં-2-3, 7ની અગત્યની બેઠક મનપાની સેન્ટ્રલ ઝોન ઓફિસમાં મળી હતી. સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઇ રાડિયા, વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

{ પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત સંકીર્તન મંદિર દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ 19મી જૂનના સવારે 9 થી 12 સંકીર્તન મંદિર, સત્સંગ હોલ, કાલાવડ રોડ ખાતે યોજાશે. નામ નોંધણી સાંજે 6 થી 8 કરાવી લેવી. સરકારી હોસ્પિટલ રાજકોટ તથા નિષ્ણાત તબીબો નિદાન કરી કરી આપશે.

{ વિશ્વ યોગ દિનને અનુલક્ષી પ્રોજેક્ટ લાઇફ સંસ્થા દ્વારા 18મી જૂનના પ્રાણાયામ, ધ્યાન વિષય પર નિ:શુલ્ક માર્ગદર્શન કાર્યક્રમ સાંજે 5.30 થી 6.30 લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડ ખાતે યોજાશે.

{ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા 18 અને 19 જૂન બ્રહ્મલીન સંત નારાયણ સ્વામીના ભજન ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ યોજાશે.લક્ષ્મણ બારોટ, કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહીર, ધીરૂભાઇ સરવૈયા સહિતના કલાકારો ભજનની સૂરાવલી વહાવશે.

{ સાંધાના દર્દો, ગરદન, કમર, સાયટીકા, ગોઠણના દુ:ખાવા માટે નિ:શુલ્ક દવા વિના મટાડતી વૈજ્ઞાનિક પધ્ધતિની માહિતી આપતી નિ:શુલ્ક શિબિર 18મી જૂનના સાંજે 5.30 કલાકે જંક્શન પ્લોટ, ગીતા વિદ્યાલયમાં યોજાશે.

વાજા વાળંદ પરિવાર દ્વારા સુરાપુરા બાપાના સ્થાનકે હવન

વિપશ્યના જૂના સાધકો માટે રવિવારે શિબિર યોજાશે

રવિવારે ઓશો ધ્યાન શિબિર તથા સન્યાસ ઉત્સવ ઉજવાશે

IIT JEE એડવાન્સમાં સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા

જલારામ મંદિર, ડિવાઇન ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક દંતયજ્ઞનું આયોજન

અન્ય સમાચારો પણ છે...