• Gujarati News
  • National
  • ત્રંબાના પ્રૌઢાએ બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો

ત્રંબાના પ્રૌઢાએ બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાભાગોળે આવેલા ત્રંબા ગામના પશુ દવાખાના પાસે રહેતા પ્રૌઢાએ બીમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી ગયેલા પ્રૌઢાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ત્રંબા ગામમાં પશુ દવાખાના પાસે રહેતા મુક્તાબેન મનસુખભાઇ ત્રાપસિયા (ઉ.વ.50) બુધવારે સાંજે ઘર હતા ત્યારે શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા પ્રૌઢાને વધુ સારવાર માટે અહિંની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મુક્તાબેનને સંતાનમાં બે પુન્ર એક પુત્રી છે, પતિ હયાત નથી. મુક્તાબેનને છેલ્લા કેટલાક દિવસથી માથામાં સતત દુ:ખાવો રહેતો હતો, સારવાર છતાં ફરક નહીં પડતા તેમણે આવું પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...