Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેડિકલમાં 25 જુલાઇએ મેરિટ લિસ્ટ જાહેર કરાશે
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ
મેડિકલઅને પેરા મેડિકલ કોર્સમાં 11 હજાર બેઠકો માટે રાજ્યમાં 26,964 જેટલા વિદ્યાર્થીઓને પીન આપી રજિસ્ટ્રેશન થતા પ્રવેશ ક્ષમતાના અઢી ગણાથી વધુ બેઠકો માટે નોંધણી થઇ છે. હવે 25 જુલાઇએ મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે.
મેડિકલ-ડેન્ટલ, પેરા મેડિકલની અંદાજે 11,000 બેઠકો પર શનિવાર સુધીમાં કુલ 27791 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કુલ 26,694 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે. જ્યારે 16મી જુલાઈ, શનિવારે સાંજે કલાક સુધીમાં 252 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટસ વેરિફિકેશન કરાવ્યું છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ માટે 5 જુલાઈથી 16મી જુલાઈ દરમ્યાન પિન અપાઈ હતી. પ્રવેશ મેરિટ યાદીની જાહેરાત 25મી જુલાઈએ કરાશે. 29 જુલાઈથી પ્રવેશ કાર્યવાહીનો પ્રથમ રાઉન્ડ શરૂ થશે.
29 જુલાઇએ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ અપાશે