Home » Saurashtra » Latest News » Rajkot City » રોયલપાર્ક સંઘમાં નમ્રમુનિની ઉપસ્થિતિમાં આજે ગુણાંજલિ કાર્યક્રમ

રોયલપાર્ક સંઘમાં નમ્રમુનિની ઉપસ્થિતિમાં આજે ગુણાંજલિ કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:56 AM

alt145દિવ્યાત્માalt146 ગ્રંથની પાલખીયાત્રા બાદ વિમોચન કરાશે

  • રોયલપાર્ક સંઘમાં નમ્રમુનિની ઉપસ્થિતિમાં આજે ગુણાંજલિ કાર્યક્રમ
    ગોંડલ સંપ્રદાયના લીલમબાઈ મહાસતીજીની તૃતીય પુણ્ય સ્મૃતિનો અવસર તારીખ 10ને શુક્રવારે સવારના 08.30 કલાકે રાજકોટના રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે ઉજવવામાં આવશે. સમારોહ સ્થળ ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, જેડ બ્લૂની સામે, રાજકોટ આયોજિત કરવામાં આવ્યું છે. સુશાંતમુનિ, નમ્રમુનિ આદિ 6 સંતો તેમજ 69 મહાસતીજી મળીને 75 સંત સતીજીઓના સાંનિધ્યે અહોભાવપૂર્વક ગુણાંજલિ અર્પણ કરવામાં આવશે.

    વિશ્વ પ્રસિધ્ધ આગમ ગ્રંથાવલી-ગુરૂપ્રાણ આગમ બત્રીસીનું પ્રધાન સંપાદન કરીને પરમ ઉપકાર કરનારા તેમજ શ્રેષ્ઠ ગુણોથી સમૃધ્ધ જીવન જીવીને અનેક સંયમી આત્માઓ માટે કલ્યાણનો એક પ્રેરણા સ્તોત્ર બની જનારા અપૂર્વશ્રુત આરાધિકાના જીવન આધારિત ‘દિવ્યાત્મા’ મુક્ત લીલમગુરુણી સ્મૃતિગ્રંથનું વિમોચન આ અવસરે રજવાડી સન્માનથી કરાશે. અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવારના નિવાસસ્થાન. જય જિનેન્દ્ર, રોયલપાર્ક શેરી નં-5 થી, સવારના 08 કલાકે ‘દિવ્યાત્મા’ ગ્રંથને પાલખીમાં બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા દ્વારા રાજકોટના રાજમાર્ગો પર પરિક્રમા કરાવતા કરાવતા વસંતભાઈ તુરખિયાના નિવાસસ્થાન ‘મધર લવ’ રોયલપાર્ક શેરી નં-૩ ની સ્પર્શના કરીને ડુંગર દરબાર પધરામણી કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ