તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot ઓરી રૂબેલા વેક્સિનમાં રાજકોટ રાજ્યમાં પ્રથમ

ઓરી-રૂબેલા વેક્સિનમાં રાજકોટ રાજ્યમાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

કેન્દ્ર સરકારે શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાએ ઓરી નાબૂદ કરવા અને રૂબેલા સુરક્ષિત કરવા ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનું આયોજન કર્યું હતું. આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાને 330688 બાળકોનું રસીકરણ કરવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે 344012 બાળકોનું રસીકરણ કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, ભારત સરકારે વર્ષ 2020 સુધીમાં આરી નાબૂદ કરવા અને રૂબેલા સુરક્ષિત કરવા રસીકરણ અભિયાનનું આયોજન કર્યું હતું. મહાનગરપાલિકા વિસ્તારમાં 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોને 778થી વધારે શાળા, 344 આંગણવાડી તથા 21 આરોગ્ય કેન્દ્રો પર 150થી વધારો વેક્સિનેટર ટીપથી મીઝલ્સ-રૂબેલા વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ અભિયાનમાં શિક્ષણ, આરોગ્ય, આઇ.સી.ડી.એસ., મેડિકલ એસોસિએશન, લાઇસન્સ કલબ તથા અન્ય એનજીઓના સંકલન અને સહયોગથી મનપાને 330688 બાળકોના લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તેના બદલે 344012 બાળકોને આ રસી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં રાજકોટ મહાનગરપાલિકાએ આ કામગીરી કરવામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...