તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot છાતીમાં દુ:ખાવો થતાં તાત્કાલિક સારવાર લીધા બાદ નમ્રમુનિ સ્વસ્થ

છાતીમાં દુ:ખાવો થતાં તાત્કાલિક સારવાર લીધા બાદ નમ્રમુનિ સ્વસ્થ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખો અનુયાયીઓના પ્રેરણાદાયી સંત નમ્રમુનિ મહારાજને શુક્રવારે સવારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં રૂટિન ચેકઅપ કર્યા બાદ મહારાજને આરામ કરવાના સૂચન સાથે ડિસ્ચાર્જ કરાયા હતા. હોસ્પિટલમાં નમ્રમુનિની મહાનતા અન્ય દર્દીઓ અને સગા-સ્નેહીઓને સ્પર્શી હતી. પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં નમ્રમુનિએ અન્ય દર્દીઓની લાગણીને માન આપીને મરણપથારીએ રહેલા દર્દીઓ માટે 10 મિનિટ માંગલિક (પાઠ) કરાવીને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

નમ્રમુનિ મહારાજ હાલ ચાતુર્માસ અર્થે રાજકોટમાં સ્થાયી છે ત્યારે શુક્રવારે સવારે નમ્રમુનિ મહારાજને અચાનક છાતીમાં દુ:ખાવો થતા તાત્કાલિક ડો. યાજ્ઞિક રોડ પર હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. ગૌતમ દવેને ત્યાં લઇ જતા તેઓએ ચેકઅપ કરીને તાકીદે સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ થવા સૂચન કરતા નમ્રમુનિને ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જવાયા હતા અને ત્યાં ડૉ. કમલ પરીખ અને ડૉ. મૃદુલ શર્મા સહિતના તબીબોએ મહારાજનું ચેકઅપ કરી આરામ કરવાનું સૂચન કર્યું હતું. તમામ રૂટિન ચેકઅપ બાદ નમ્રમુનિને રોયલ પાર્ક ઉપાશ્રયે લાવવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...