તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot ધો.10 અને 12 બોર્ડની પરીક્ષામાં પુરવણી પ્રથા બંધ કરવા દરખાસ્ત

ધો.10 અને 12 બોર્ડની પરીક્ષામાં પુરવણી પ્રથા બંધ કરવા દરખાસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આગામી 12મી ઓક્ટોબરના રોજ મળનારી છે ત્યારે બોર્ડ સભ્ય અને ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ ધો.10 અને 12ની પરીક્ષામાં પુરવણી પ્રથા બંધ કરવા અને તજજ્ઞોની સલાહ લઇ વિષયવાર ઉત્તરવહી કેટલા પાનાની હોવી જોઇએ તે નક્કી કરવા પ્રસ્તાવ મુક્યો છે.

આ પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે, ધો.10 અને 12ની વાર્ષિક પરીક્ષામાં વિષયને ધ્યાનમાં રાખી અલગ-અલગ પાનાની ઉત્તરવહી પ્લસ પુરવણી ચાર પાનાની રાખવામાં આવે છે. પુરવણીમાં સીટ નંબર, ખાખી સ્ટિકર વિગેરેની જગ્યા છોડતા 3.5 પાના લખી શકાય છે અને પરીક્ષાર્થીઓ વધુમાં વધુ આઠ પુરવણીનો ઉપયોગ કરે છે, પરીક્ષા દરમિયાન ખંડ નિરીક્ષક પુરવણી લેવા દેવામાં સતત કાર્યરત રહે છે. જેને કારણે પરીક્ષાર્થી ઉપર પૂરતી દેખરેખ રાખી શકતા નથી. જ્યારે પરીક્ષાર્થી પુરવણીમાં સીટ નંબર લખવા, સ્ટિકર ચોટાડવા, પેપર પૂર્ણ થયે દોરા બાંધવા વિગેરેમાં સમયનો વ્યય કરે છે. જેને પરિણામે કયારેક બે થી પાંચ ગુણનું પેપર લખવાનું ઘણીવખત પરીક્ષાર્થીને રહી જાય છે. જ્યારે પુરવણીના કારણે ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરી કરવામાં પણ ઘણી અગવડ પડે છે.

50% અડધી ઉત્તરવહી જ ભરે છે
સામાન્ય રીતે મેથેમેટિક્સ, સાયન્સ અને સમાજવિદ્યાના પેપરમાં પુરવણીની જરૂર પડે છે. જ્યારે બોર્ડની પરીક્ષામાં નપાસ થતા 50 ટકા જેટલા પરીક્ષાર્થીઓની મેઇન ઉત્તરવહી પણ પૂરી ભરાતી નથી ત્યારે પુરવણી પ્રથા બંધ કરી ઉત્તરવહીની સાઇઝ મોટી કરવાથી કાગળનો બગાડ વધશે. ભાવેશભાઇ પાઠક

અન્ય સમાચારો પણ છે...