રાજકોટ : ગુજરાત રાજ્યની નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગર હસ્તકની રાજકોટ ખાતેની કચેરીમાં ફરજ બજાવતા ડી.બી.સોરઠિયા, વી.એચ.હિરપરા, પી.કે.જાડેજા નિવૃત્ત થતા તેઓને નિગમ તરફથી ગ્રેચ્યુઇટીના કાયદા મુજબ તફાવતની રકમો વ્યાજ સાથે ચૂકવવામાં આવી હતી. નિગમને કન્ટ્રોલિંગ ઓથોરિટીએ ઉપરોક્ત ત્રણ કર્મચારીઓને નીતિ નિયમ મુજબની રકમ ચૂકવાનો હુકમ કર્યો હતો. કેસ માટે સૌરાષ્ટ્ર મહાજન સંઘના પ્રધાનમંત્રી દિલીપભાઇ ઠાકર, મંત્રી વિજયભાઇ ટીમ્બડિયા, કિરીટભાઇ વોરાએ રજૂઆત કરી હતી.