તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુરોપ અથવા જાપાન થકી વાત થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુરોપ અથવા જાપાન થકી વાત થશે
ભારતમાં હેમ રેડિયોનો ઉપયોગ કરીને અવકાશમાં સંપર્ક કરવા પર મનાઈ છે. આ માટે અેમસેક દ્વારા ટેલીબ્રિજનો ઉપયોગ કરવામાં આવશે. ટેલીબ્રિજ મેથડમાં અહીના હેમ રેડિયોનો સંપર્ક યુરોપ અથવા જાપાન સાથે કરાશે અને ત્યાંના રેડિયોથી અા કોમ્યુનિકેશન સ્પેસ સ્ટેશનના હેમ રેડિયોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

એક શાળાનો 10થી 12 મિનિટ સંપર્ક
શિડ્યુલ મુજબ રાજકોટની કોઇ એક શાળામાં હેમ રેડિયોનું સેટઅપ ગોઠવવામાં આવશે. જે દેશમાં ટેલીબ્રિજ સેટઅપ મુકાયું હશે તે દેશ પરથી સ્પેસ સ્ટેશન પસાર થવાનો હશે તે સમયમાં એટલે કે 10થી 12 મિનિટ પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવશે તેવુ પ્રાથમિક આયોજન છે. સમગ્ર શિડ્યુલ આવવામાં હજુ ચાર માસ જેટલો સમય વિતી જશે તેમ રાજેશ વાગડીયાએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...