તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot તાલુકા કક્ષાની સ્પર્ધામાં કલરવ વિદ્યાલયના ખેલાડીઓ ખીલ્યા

તાલુકા કક્ષાની સ્પર્ધામાં કલરવ વિદ્યાલયના ખેલાડીઓ ખીલ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખેલ મહાકુંભ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં બાળ ખેલાડીઓને તેમની પ્રતિભાઓનો નિખાર આપ્યો છે. જેમાં લોધિકા તાબેના પાળ ગામે આવેલી કલરવ વિદ્યાલયના બાળ ખેલાડીઓ પણ બાકાત નથી. કલરવ વિદ્યાલયના બાળકોએ તાલુકાકક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં રાઠોડ જયેશે અન્ડર-17 ઊંચી કૂદમાં પ્રથમ સ્થાન, રાઠવા નવીને લાંબી કૂદમાં પ્રથમ, ચક્ર ફેંકમાં ચાવડિયા મેહુલે પ્રથમ અને ઠેબા અફઝલે બીજુ સ્થાન મેળવ્યું છે, તેમજ બરછી ફેંકમાં રાઠવા જયદીપે બીજુ, રાઠવા વિજયે ત્રીજુ સ્થાન મેળવ્યું છે, તેમજ અન્ડર-14 400મી.દોડમાં વાલંભિયા આર્યને બીજુ, 600મી.દોડમાં મકવાણા પ્રિન્સે બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે અન્ડર-11માં પાંભર શુભમે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં પસંદગી પામ્યો હતો. સિદ્ધિ મેળવનાર બાળકોને શાળાનાં આચાર્ય, ટ્રસ્ટીઓએ અભિનંદન આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...