બજરંગ મિત્ર મંડળ દ્વારા 268 લાભાર્થીઓને અનાજની કિટ

રાજકોટ : બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા 168 લાભાર્થીઓને કાચી ખીચડી અને 100 જરૂરિયાતમંદોને તેલ, ચણાનો લોટ, ખાંડ,...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:55 AM
Rajkot - બજરંગ મિત્ર મંડળ દ્વારા 268 લાભાર્થીઓને અનાજની કિટ
રાજકોટ : બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા 168 લાભાર્થીઓને કાચી ખીચડી અને 100 જરૂરિયાતમંદોને તેલ, ચણાનો લોટ, ખાંડ, મેંદાનો લોટ,ફરાળી ચેવડો આપવામાં આવ્યો હતો. દિલીપભાઇ સોમૈયા, રાજુભાઇ ગાંધી, સુરેશભાઇ પરમારે સહકાર આપ્યો હતો. આ ઉપરાંત ટ્રસ્ટ તરફથી દર માસના પહેલા રવિવારે ટ્રસ્ટના કાર્યાલય 9-રઘુવીરપરા, ગેરડિયા કૂવા પાસે સાંજે 4 થી 5 આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયા છે. તાજેતરમાં યોજાયેલા કેમ્પમાં 96 લોકોને નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. ડો.કેતનભાઇ ભીમાણી, ડો.એન.જે.મેઘાણી, ડો.ભાવેશભાઇ સચદે વગેરેએ સેવા આપી હતી. પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના, કે.ડી.કારીઆ, પ્રવીણભાઇ ગેરીયા, રોહિતભાઇ કારીઆ, દિનેશભાઇ રાજદેવ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

X
Rajkot - બજરંગ મિત્ર મંડળ દ્વારા 268 લાભાર્થીઓને અનાજની કિટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App