10 હજારના લક્ષ્યાંક સામે મળી 1500 બેરોજગારોને નોકરી

યોજનાની કામગીરીની વીડિયો કોન્ફરન્સ મારફત સમીક્ષા કરતા ચીફ સેક્રેટરી કલેક્ટરોને કામગીરી અસરકારક બનાવવા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:55 AM
10 હજારના લક્ષ્યાંક સામે મળી 1500 બેરોજગારોને નોકરી
રાજ્યમાં બેરોજગારોને નોકરી મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અમલમાં મૂકી છે અને તેમાં સમગ્ર ગુજરાતમાં 1 વર્ષમાં 1 લાખ યુવા બેરોજગારોને નોકરી અપાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેની સમીક્ષા ગુરુવારે ચીફ સેક્રેટરી દ્વારા કરવામાં આવી હતી. જેમાં લક્ષ્યાંક કરતા ઓછી નોકરીઓનું સર્જન થતા વધુને વધુ બેરોજગારોને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ નોકરી મળી રહે તે પ્રકારના પ્રયાસો કરવા આદેશ કર્યો હતો.

આઇટીઆઇ રાજકોટના પ્રિન્સિપાલ આર.એચ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત રાજ્યમાં 1 લાખ અને રાજકોટ જિલ્લામાં 10 હજાર બેરોજગારોને નોકરીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ યોજનાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે 9 વિવિધ વિભાગોને આવરી લેવાના અને તેમાં રોજગારીનું સર્જન કરી બેરોજગારોને નોકરી અપાવવા તાકીદ કરાઇ છે જેમાં ઉદ્યોગ અને ખાણખનીજ, શિક્ષણ, શહેરી અને શહેરી ગૃહ નિર્માણ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, બંદર અને વાહન વ્યવહાર, કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર તથા માર્ગ અને મકાન વિભાગને નવી રોજગારી સર્જવા અને એપ્રેન્ટિસ યોજના હેઠળ નોકરી આપવા તાકીદ કરાઇ છે.

ગુરુવારે બપોરે ચીફ સેક્રેટરીએ તમામ જિલ્લાની કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં રાજકોટ જિલ્લામાં 10 હજારના લક્ષ્યાંક સામે 1500 બેરોજગારોને નોકરી મળી હોય યુનિવર્સિટી અને કોલેજો તથા સ્કૂલોમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય, ઇન્ડસ્ટ્રીઝમાં વધુને વધુ એપ્રેન્ટિસોની ભરતી થાય તે માટેનું આયોજન કરવા તાકીદ કરાઇ હતી.

X
10 હજારના લક્ષ્યાંક સામે મળી 1500 બેરોજગારોને નોકરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App