• Gujarati News
  • National
  • 25 આસામીની મિલકત જપ્તી માટે હિયરિંગ

25 આસામીની મિલકત જપ્તી માટે હિયરિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ શહેર-જિલ્લામાં બેન્કોમાંથી મસમોટી લોન લઇ ધુંબો મારી દેવાના કિસ્સા વધ્યા છે. પરિણામે જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાએ છેલ્લા 6 માસમાં અંદાજે રૂ.600 કરોડથી વધુની મિલકતો જપ્ત કરી તેનો કબજો બેન્કોને સોંપી દેવા આદેશ કર્યો છે. સોમવારે પણ સરફેસી એક્ટ હેઠળ બેન્કોમાંથી લોન લઇ હપ્તા નહીં ભરનારા 25 જેટલા આસામીઓની મિલકત જપ્તી માટેના કેસોનું જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તા સમક્ષ હિયરિંગ કરાયું હતું. જેનો ચુકાદો ટૂંક સમયમાં અપાશે, જ્યારે અલગ-અલગ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ લોન લીધા બાદ હપ્તા નહીં ભરનારા વધુ 50 આસામીઓ પાસેથી મિલકતોનો કબજો અપાવવા જિલ્લા કલેક્ટર સમક્ષ નવી દરખાસ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...