તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot U 11 વિહા જાની 100મી. ફ્રી સ્ટાઇલમાં પ્રથમ

U-11 વિહા જાની 100મી. ફ્રી સ્ટાઇલમાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેડક રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલ પર શનિવારે ખેલ મહાકુંભ અંતર્ગત મહિલાઓના તમામ વય જૂથની તરણ સ્પર્ધા યોજાઇ હતી. કુલ 95 તૈરાકી પૈકી અન્ડર-11માં 18, અન્ડર-14માં 24, અન્ડર-17માં 20, ઓપન એજમાં 12, 40થી ઉપરના વય જૂથમાં 12 અને 60થી ઉપરની વય જૂથમાં 9 મહિલા ખેલાડીઓએ સ્વિમિંગની જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લઇ તરણ કૌશલ્ય બતાવ્યું હતું.

સ્પર્ધાનાં અંતે અન્ડર-11ની 100મી.ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં વિહા મિત્સુ જાનીએ 1:22:53માં પૂરું કરી મેદાન માર્યું છે. અબોવ 40ની 50મી.ફ્રી સ્ટાઇલ અને 50મી.બટરફ્લાય સ્ટ્રોકમાં જસવંતીબેન કે.સુવાગિયા, 100મી.ફ્રી સ્ટાઇલ અને 50મી.બેસ્ટ સ્ટ્રોકમાં જીજ્ઞાસાબેન પી.મહેતા, 50મી.બેક સ્ટ્રોકમાં રેખા બી.રાઠોડ, અબોવ 60માં મીતા એમ.ઓઝાએ 50મી.ફ્રી સ્ટાઇલ, 50મી.બેક સ્ટ્રોક અને 50મી.બેસ્ટ સ્ટ્રોકમાં, 100મી.ફ્રી સ્ટાઇલમાં શોભનાબેન આર.પરસાણિયાએ મેદાન માર્યું છે. ઓપન એજ ગ્રૂપમાં જાહન્વી પી.ખખ્ખરે 100મી.ફ્રી સ્ટાઇલ, 200મી.IMમાં, 100મી.બેક સ્ટ્રોકમાં મૈત્રી બી.જોષી, 100મી.બેસ્ટ સ્ટ્રોકમાં દિવ્યા પરમાર અને 100મી.બટરફ્લાયમાં આસ્થા જે.ઠાકર પ્રથમ સ્થાને રહી છે.આ સ્પર્ધામાં સૌથી મોટી વય 71 વર્ષના શારદાબેન જોષીએ પણ ભાગ લીધો હતો. રવિવારે ભાઇઓના તમામ વય જૂથની સ્પર્ધા યોજાશે તેમ કન્વીનર વિપુલ ભટ્ટે જણાવ્યું છે.

U-14ના વિજેતાઓ
100મી.ફ્રી સ્ટાઇલમાં મૌલી ડી.ડોડિયા, 400મી.ફ્રી સ્ટાઇલ અને 200મી.IMમાં પરી એ.ગઢિયા, 100મી. બેક સ્ટ્રોકમાં રિયા ડી.ડોડિયા, 100મી. બેસ્ટ સ્ટ્રોકમાં ઇરા એ.સિરોયા, 100મી.બટરફ્લાયમાં પ્રિશા આર.ટાંકે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

U-14ના વિજેતાઓ
100મી.ફ્રી સ્ટાઇલમાં મૌલી ડી.ડોડિયા, 400મી.ફ્રી સ્ટાઇલ અને 200મી.IMમાં પરી એ.ગઢિયા, 100મી. બેક સ્ટ્રોકમાં રિયા ડી.ડોડિયા, 100મી. બેસ્ટ સ્ટ્રોકમાં ઇરા એ.સિરોયા, 100મી.બટરફ્લાયમાં પ્રિશા આર.ટાંકે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...