ચેક રિટર્ન કેસમાં લોનધારકને કોર્ટમાં હાજર થવા હુકમ

શહેરના મિલપરામાં રહેતા ભાવિનભાઇ ભરતભાઇ પારેખ સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાતા અદાલતે આરોપી સામે સમન્સ ઇશ્યૂ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:55 AM
ચેક રિટર્ન કેસમાં લોનધારકને કોર્ટમાં હાજર થવા હુકમ
શહેરના મિલપરામાં રહેતા ભાવિનભાઇ ભરતભાઇ પારેખ સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાતા અદાલતે આરોપી સામે સમન્સ ઇશ્યૂ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, આરોપીએ વૈશાલીનગરમાં આવેલી શારદા શરાફી સહકારી મંડળીમાંથી રૂ.50 હજારની લોન લીધી હતી. જે લોનની બાકી રહેતી 22 હજારની રકમ ચૂકવવા માટે મંડળીમાં ચેક આપ્યા હતા, પરંતુ તે ચેક વસૂલાયા વગર પરત ફર્યો હતો. મંડળી દ્વારા આરોપીને નોટિસ આપવા છતાં કોઇ રકમ ચૂકવવાની દરકાર નહીં કરતાં મંડળીના મેનેજર નિલેશ જયંતીભાઇ લુંભાણીએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેને પગલે અદાલતે આરોપી સામે સમન્સ ઇશ્યૂ કરી હાજર થવા આદેશ કર્યો છે.

X
ચેક રિટર્ન કેસમાં લોનધારકને કોર્ટમાં હાજર થવા હુકમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App