• Gujarati News
  • National
  • એસટીના કર્મીઓનો કાળીપટ્ટી બાંધી વિરોધ

એસટીના કર્મીઓનો કાળીપટ્ટી બાંધી વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ સહિત રાજ્યભરના એસટી નિગમના કર્મચારીના પગાર, સિનિયોરિટીના લાભ ન મળવા અને એસટી નિગમના ખાનગીકરણ સામે જુદા જુદા ડિવિઝનોના કર્મચારીઓએ સોમવારે ફરજ દરમિયાન કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાને બદલે નિગમનું ખાનગીકરણ કરવા મુદ્દે વધુ ધ્યાન અપાતું હોવાની અને પડતર અનેક માગણીઓ મુદ્દે એસ.ટી મજદૂર મહાસંઘ, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન અને એસટી કર્મચારી મહામંડળ એમ ત્રણેય યુનિયને આ વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો છે અને સતત ત્રણ દિવસ સુધી એસટીના કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ મુદ્દે વિરોધ-સૂત્રોચ્ચાર કરી તંત્રને ઢંઢોળવા પ્રયત્ન કરશે.

તમામ કર્મચારીઓને 7મા પગારપાંચનો લાભ મળવો, ગ્રેચ્યુઈટીની મર્યાદામાં વધારો, મહિલા કર્મચારીઓ માટે દરેક ડેપોમાં અલગ વિશ્રામગૃહ અને શૌચાલયની વ્યવસ્થા, નિગમમાં ખાનગી વાહનોને ભાડેથી રાખવાથી નુકસાન થતું અટકાવવું સહિતની અનેક માગણીઓ સાથે એસટી નિગમના કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. આગામી 13 અને 14 ઓગસ્ટના રોજ એસટીના તમામ વિભાગોમાં સૂત્રોચ્ચાર અને તારીખ 20 અને 21ના રોજ ઘંટારવ અને રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...