• Gujarati News
  • વીડિયોકોન ગુજ.માં ~ 210 કરોડ રોકશે

વીડિયોકોન ગુજ.માં ~ 210 કરોડ રોકશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: વિડિયોકોનટેલિકોમ ગુજરાતમાં નેટવર્ક ફુટપ્રિન્ટ વધારવા માટે રૂ. 210 કરોડનું જંગી રોકાણ કરશે. કંપની ગુજરાત સર્કલમાં 450 નવી સેલ સાઇટ્સ સહિતની વ્યૂહરચના ધરાવે છે. ઉપરાંત કંપની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના પસંદગીના શહેરોમાં પ્રાથમિક સ્તરે એફટીટીએચ (ફાઇબર ટુ હોમ) ઉપર બ્રોડબેન્ડ સર્વિસ પણ શરૂ કરી રહી હોવાનું કંપનીના સીઇઓ અરવિંદ બાલીએ જણાવ્યું હતું. કંપનીએ અમદાવાદમાં તેનો 500મો એક્સક્લુસિવ શોરૂમ શરૂ કર્યો છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં વધુ 250 સ્ટોર્સ ખોલવાનું અને એકંદરે 978 શહેરો સુધી નેટવર્ક પહોંચાડવાની નેમ છે.