સૌરાષ્ટ્રમાં 15મી સુધી ભારે વરસાદની શક્યતા નથી

13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સક્રિય થયા પછી અમુક સ્થળે વરસાદ પડશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:55 AM
સૌરાષ્ટ્રમાં 15મી સુધી ભારે વરસાદની શક્યતા નથી
મધ્યપ્રદેશમાં સક્રિય થયેલું લો-પ્રેશર અને રાજસ્થાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી 4થી 5 દિવસો સુધી રાજકોટ સહિત રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડી શકે છે. પરંતુ, 13 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે, જેની સૌથી વધુ અસર મધ્ય ભારતનાં રાજ્યમાં થવાની શક્યતા છે. જેથી 15મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે.

રાજ્યનાં 9 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે. જેમાં અમદાવાદમાં 61 ટકા અને રાજ્યમાં સૌથી વધુ 78 ટકા વરસાદની ઘટ કચ્છમાં છે. આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. બુધવારે લો-પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરોથી અમદાવાદમાં દિવસ દરમિયાન આકાશ ગોરંભાયેલું રહ્યા બાદ સાંજે ન્યૂ રાણીપ, રાણીપ, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ થયો હતો.

X
સૌરાષ્ટ્રમાં 15મી સુધી ભારે વરસાદની શક્યતા નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App