તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot આવતીકાલે રાજકોટમાં એશ્વર્યા મજમુદાર ગરબાની ધૂમ મચાવશે

આવતીકાલે રાજકોટમાં એશ્વર્યા મજમુદાર ગરબાની ધૂમ મચાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેર દરેક તહેવારોની ઉજવણી આગવી ઢબે કરે છે. તેવી જ રીતે નવરાત્રીના નવ દિવસ પણ રાસ ગરબાની રમઝટ સાથે આ વર્ષે પણ નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. રાસ ગરબા રમવાના રસિયાઓ માટે 7 ઓક્ટોબરના વિરાણી હાઇસ્કૂલ મેદાનમાં વેલકમ નવરાત્રી 2018નો ધમાકેદાર મહોત્સવ યોજાશે. જેમાં દાંડિયા પ્રિન્સેસ એશ્વર્યા મજમુદાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેશે. મુંબઇના જાણીતા ઓરકેસ્ટ્રા સાથે એશ્વર્યા મજમુદાર પણ પોતાના જાદુઇ અવાજથી ગરબાની રમઝટ બોલાવશે. રવિવારના સાંજે એશ્વર્યા મજમુદાર અને ઓરકેસ્ટ્રાની ટીમ મોરે પીયા, જગ ઘુમિયા, મારુ મન મોહી ગયું જેવા લોકગીતોને રજૂ કરશે. રાસ ગરબાના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા વેલકમ નવરાત્રી મહોત્સવમાં વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવશે. શહેરમાં અર્વાચીન રાસ ગરબાનું આયોજન અનેક ખાનગી સંસ્થાઓ તરફથી કરવામાં આવે છે. દર વર્ષથી જેમ આ વર્ષે પણ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ખેલૈયાઓનો રાસ રમવાનો ઉત્સાહ વધારશે.

1000 સ્ટેજ કાર્યક્રમ આપ્યા છે
ગીત ગાવાનું 3 વર્ષની ઉંમરથી ચાલુ કર્યું

માત્ર 6 વર્ષની ઉંમરમાં પ્રથમ મોટી મ્યૂઝિક કોમ્પિટિશન વિજેતા બની

જયારે તે 14 વર્ષની હતી ત્યારે ‘ અમૂલ સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા-છોટે ઉસ્તાદ’ની વિજેતા બની

અત્યાર સુધીમાં 1000 સ્ટેજ પર્ફોમન્સ ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર આપેલ છે.

ગુજરાત સરકાર દ્વારા તેને સંગીત રત્નનો પુરસ્કાર આપવામાં આવ્યો.

રામલીલા મૂવીમાં પૂરેપૂરું મહિલા બેકગ્રાઉન્ડ સૂર આપ્યું છે.

તેની બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી સુભાષધાઇની મુવી‘ કાંચી’ દ્વારા થયું.

ઐશ્વર્યા મજમુદારનો જન્મ એક એવા કુટુંબમાં થયો છે કે, જયા બધાજ સંગીત પ્રેમી છે. તેણે ત્રણ વર્ષની ઉંમરે જ કલાસિકલ સંગીત શિખવાનું શરૂ કરી દીધું હતું અને 10 વર્ષની ઉંમરથી મારી સંગીત યાત્રા વધુ રોમાંચક બની.

અન્ય સમાચારો પણ છે...