22 સ્થળે ઓટા, સાઇન બોર્ડ, છાપરા હટાવાયા

22 સ્થળે ઓટા, સાઇન બોર્ડ, છાપરા હટાવાયા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:55 AM IST
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાએ શરૂ કરેલી ટ્રાફિક ઝુંબેશના ભાગરૂપે ગુરુવારે ટી.પી. શાખા અને દબાણ હટાવ શાખાએ ઇન્દિરા સર્કલથી ગોંડલ ચોકડી 150 ફૂટ રિંગ રોડ બીઆરટીએસ રૂટ પરથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટી.પી. શાખાએ 22 સ્થળો પરથી ઓટા, સાઇન બોર્ડ, છાપરાનું ડિમોલિશન કર્યું હતું. દબાણ હટાવ શાખાએ રેંકડી કેબિન જપ્ત કરી 4 હજારના વહીવટી ચાર્જની વસૂલાત કરી હતી.

કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાએ જણાવ્યું હતું કે, 150 ફૂટ રિંગ રોડ પર ચાની કેબિન, હોસ્પિટલ, ગ્રીનફિલ્ડ ટ્રસ્ટ, પટેલ સુઝુકી, ડેડિકેટેડ એકેડમી, પ્રિયમ યોગા, યુ એસ પોલો, ઓરિએન્ટલ કુરીયર, રામ સિરામિક, આર.કે. પ્રાઇમ-2, ઓમ આસ્થા શરાફી મંડળી, નચિકેતાનું સાઇન બોર્ડ, ડિલક્સ, સાંગાણી કોલ્ડ્રીંક્સ, હરિ ઓમ એન્ટરપ્રાઇઝના પતરાના બોર્ડ, કે તડકા, ગુરુકૃપા ઇલેક્ટ્રિક, રામ ફૂડ ઝોનના લોખંડના એંગલ, પટેલ પાનના ઓટાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મનપાની દબાણ હટાવ શાખાએ ગુરુવારે સવારે 150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલથી ગોંડલ ચોકડી બીઆરટીએસ રૂટ પરના દબાણો જપ્ત કરવાની શરૂઆત કરી હતી. રેંકડી પાંચ, કેબિન પાંચ, લોખંડની ખુરશી છ, પાનની કેબિન એક અને 17 પરચૂરણ માલસામાન જપ્ત કરી 4 હજાર રૂપિયાના વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી.

32 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતી મહાપાલિકા

મહાનગરપાલિકાએ શહેરમાં પાન ફાકીના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આમ છતાં શહેરમાં બેફામ પાન ફાકીના પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહ્યો છે. મનપાના સેન્ટ્રલ ઝોન સોલિડ વેસ્ટ શાખાના જુદા જુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરોની ટીમે પાન ફાકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેરમાં ન્યૂસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ગુરુવારે ઝુંબેશ હાથ ધરી હતી. ઝુંબેશ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં 38 આસામીઓ પાસેથી 32 કિલો પ્રતિબંધિત ચાના કપ, પાન ફાકીનું પ્લાસ્ટિક મળી આવતા 26 હજારના વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભ જીંજાળા સહિતના માર્ગદર્શન હેઠળ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

X
22 સ્થળે ઓટા, સાઇન બોર્ડ, છાપરા હટાવાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી