• Gujarati News
  • National
  • વાહનચોર હાઇટેક બન્યા, ચોરાઉ એક્ટિવા ઓનલાઇન વેચી નાખ્યું

વાહનચોર હાઇટેક બન્યા, ચોરાઉ એક્ટિવા ઓનલાઇન વેચી નાખ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરનજીકથી નવ મહિના પૂર્વે એક્ટિવાની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. ચોરાઉ વાહન સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધા બાદ પોલીસે તેની પૂછપરછ કરતા નવો ફણગો ફૂટ્યો હતો. વાહન સાથે ઝડપાયેલા યુવાનને વાહનચોરે ઓનલાઇન એક્ટિવા વેચ્યાનો ધડાકો થયો હતો.

માધાપર નજીકથી નવ મહિના પૂર્વે સફેેદ કલરના એક્ટિવાની ચોરી થઇ હતી અને વાહનચોરીની ગાંધીગ્રામ પોલીસ દફતરે વિધિવત ફરિયાદ પણ નોંધાઇ હતી. ચોરાઉ એક્ટિવા કોઠારિયા રોડ પરના આશાપુરાનગરમાં રહેતા રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.20) પાસે હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ લાઠિયા સહિતના સ્ટાફે રવિરાજસિંહ જાડેજાને ઉઠાવી લઇ એક્ટિવા કબજે કર્યું હતું. શખ્સે એક્ટિવા ચોરી કર્યાની એક તબક્કે પોલીસને શંકા હતી, પરંતુ પોલીસે તેની પૂછપરછ કરતા નવો ફણગો ફૂટ્યો હતો.

રવિરાજસિંહ જાડેજા પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પોતાને એક્ટિવા ખરીદવું હોય અોનલાઇન ખરીદી માટે જુદી-જુદી સાઇટ ચેક કરતો હતો ત્યારે ચુડાસમા નામના શખ્સનો ઓનલાઇન સંપર્ક થયો હતો અને તેણે ઓનલાઇન એક્ટિવા બતાવ્યા બાદ સોદો નક્કી થયો હતો. નવ મહિના પહેલા ચુડાસમા નામનો શખ્સ રેસકોર્સમાં મળ્યો હતો અને તેને રૂ.20 હજાર ચૂકવતા તે એક્ટિવા આપીને જતો રહ્યો હતો અને એક્ટિવાના કાગળો તથા બાકીના રૂ.10 હજાર વખતે ચૂકવવાનું નક્કી થયું હતું. જોકે, ત્યારબાદ ચુડાસમા નામના શખ્સનો કયારેય સંપર્ક થયો નહોતો અને તેણે પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો હતો. પોલીસે એક્ટિવા કબજે કરી વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...