• Gujarati News
  • National
  • ભાઇને મૂકીને આવું કહી કર્મચારી બાઇક લઇને નાસી ગયો

ભાઇને મૂકીને આવું કહી કર્મચારી બાઇક લઇને નાસી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવાડવાજીઆઇડીસીમાં સ્ટીલના પાઇપ બનાવવની ફેક્ટરી ધરાવતા અને રોયલપાર્કમાં રહેતા અરવિંદભાઇ વ્રજલાલ કેસરિયા (ઉ.વ.54) સાથે તેની ફેક્ટરીમાં કામ કરતા કર્મચારી અને તેના ભાઇએ છેતરપિંડી આચરી હતી. અરવિંદભાઇ કેસરિયા 20 મીએ પોતાની ફેક્ટરીએ હતા ત્યારે કર્મચારી પરપ્રાંતીય યુવાન રમેશ ઉર્ફે કૃણાલે કહ્યું હતું કે, ‘તમારું બાઇક આપોને મારા ભાઇ લલિતને ગ્રીનલેન્ડ ચોકડી પાસે મૂકીને આવું છું’. કર્માચારી પર વિશ્વાસ કરી અરવિંદભાઇએ પોતાનું બાઇક અાપ્યું હતું જેે બાઇક લઇને રમેશ તથા લલિત ગયા હતા, જોકે ત્યારબાદ બંને શખ્સો લાપતા થઇ ગયા હતા, પાંચ દિવસ સુધી બંને પરત નહીં અાવતા અંતે પોતે છેતરાયાનો અહેસાસ થતા અરવિંદભાઇએ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી રમેશ અને તેના ભાઇ લલિતની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...