• Gujarati News
  • National
  • મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી લાખો રૂપિયાની વેટચોરી પકડાઈ

મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી લાખો રૂપિયાની વેટચોરી પકડાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેસટી કર્મચારીઓને

મોંઘવારી ભથ્થું

7 જૂને ચૂકવાશે

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર. રાજકોટ

રાજ્યસરકાર દ્વારા જાન્યુઆરી માસમાં મોંઘવારી ભથ્થુ઼ં જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું ચૂકવણું કરવામાં આવ્યું નહોતું, તેમજ અન્ય પડતર પ્રશ્નો અંગે 30 એપ્રિલના એસટી કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાળ છેડી હતી. અાંદોલન બાદ રાજ્ય સરકાર તેમજ સંકલન સમિતિ વચ્ચે યોજાયેલી બેઠકમાં અન્ય કેટલાક મુદ્દા ઉપરાંત મોંઘવારી ભથ્થું ત્વરિત ચૂકવવા મુદ્દે સહમતી સધાઇ હતી. જે અંતર્ગત જાન્યુઆરીથી મે માસ સુધીનું 6 ટકા લેખે પ્રત્યેક કર્મચારીને 7 જૂનના રોજ ચૂકવણું કરવામાં આવશે. એસટી કર્મચારીઓની પોસ્ટ તથા પગાર મુજબ મોટાભાગે 200 થી 700 સુધીનો વધારો પ્રતિ માસ લેખે મળશે. રાજકોટ ડિવિઝનમાં 3500 અને સમગ્ર રાજ્યમાં 42000 કર્મચારીઓ છે.

અન્ય સમાચારો પણ છે...