• Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિરંતર શિક્ષણ કેન્દ્ર ફરી શરૂ કરવા અંગે વિચારણા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિરંતર શિક્ષણ કેન્દ્ર ફરી શરૂ કરવા અંગે વિચારણા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજના સમયમાં ઉપયોગી વોકેશનલ સર્ટિફિકેટ અભ્યાસક્રમો ફરી શરૂ કરવા માટે વિચારણા શરૂ કરાઇ છે જેના અનુસંધાને ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ નિરંતર શિક્ષણ કેન્દ્રોમાં ચાલતા અભ્યાસક્રમની અને તે કયાં કારણોસર બંધ કરાયા છે તેની વિગતો સાથેની ફાઇલ મગાવી તેનો અભ્યાસ શરૂ કર્યો છે.

ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ જણાવ્યું હતું કે, નિરંતર શિક્ષણ કેન્દ્રમાં અગાઉ 60થી વધુ સર્ટિફિકેટ કોર્સ ચાલતા હતા. યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમો જ ચલાવી શકાય છે, જ્યારે રોજગારી પૂરી પાડતા અભ્યાસક્રમો વોકેશનલ સર્ટિફિકેટ કોર્સિસ શરૂ કરવા માટે નિરંતર શિક્ષણ કેન્દ્ર અથવા અન્ય કોઇ માધ્યમ આવશ્યક હોય તેના માટે તેની ફાઇલ મગાવી તેનો અભ્યાસ હાથ ધર્યો છે. હાલમાં ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એન્કરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમોની ભારે બોલબાલા છે અને તે શીખવા માગતા વિદ્યાર્થીઓને ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાં ખૂબ જ તગડી ફી ચૂકવવી પડે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ અભ્યાસક્રમો ખૂબ જ ઓછી ફીમાં આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને આપી શકે તે માટે વિચારણા ચાલી રહી છે.

હાલના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા કોન્સેપ્ટને ખરા અર્થમાં સાકાર કરવા માટે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થાય તેની સાથે જે તે પોતાના માટે આવક રળી શકે તે પ્રકારના અભ્યાસ ક્રમો શરૂ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કવાયત ચાલી રહી છે. તેમજ ઉદ્યોગોને જોઇતી સ્કિલ મળી રહે તેવો પણ હેતુ છે.

અન્ય સમાચારો પણ છે...