• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વના -છઠ્ઠા દિવસે ગુરુદેવો પ્રત્યે ઉપકારભાવ

રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વના -છઠ્ઠા દિવસે ગુરુદેવો પ્રત્યે ઉપકારભાવ

રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વના -છઠ્ઠા દિવસે ગુરુદેવો પ્રત્યે ઉપકારભાવ વ્યક્ત કરવાની ધર્મયાત્રાનો...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:55 AM
Rajkot - રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વના -છઠ્ઠા દિવસે ગુરુદેવો પ્રત્યે ઉપકારભાવ
રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વના -છઠ્ઠા દિવસે ગુરુદેવો પ્રત્યે ઉપકારભાવ વ્યક્ત કરવાની ધર્મયાત્રાનો નમ્રમુનિની અધ્યક્ષતામાં શુભારંભ થયો હતો. સંઘપતિ તરીકે પ્રભુદાસભાઈ પારેખ પરિવારે આશીર્વાદ અને અનુમોદના સાથે ધર્મસભાનો લાભ લીધો હતો. સુશાંતમુનિએ તપ સાધનાના મહાત્મ્યને સમજાવીને ભાવિકોને તપ આરાધના કરવાનો બોધ આપીને ધર્મસભાનો શુભારંભ કરાવ્યો હતો. જીવનમાં ગુરુના મહાત્મ્ય સમજાવતાં તેમણે કહ્યું કે, ધર્મ સમાન રસ્તાની મોક્ષરૂપી મંજિલ માટે ગુરુરૂપી સાઈનબોર્ડની જરૂર પડે છે. ગુરુવંદના કરતાં કરતાં ગોંડલ સંપ્રદાયના સંસ્થાપક ડુંગરસિંહજી સ્વામીની ભક્તિ આરાધના સકળ સંઘે કરી હતી. સાચા શિષ્યને પોતાના ગુરુદેવ મળે છે ત્યારે તરત જ ફ્રિકવન્સી મેચ થઈ જાય છે. એમ જેની લાઈફમાં ગુરુનો યોગ થાય છે તે અયોગી બની જાય છે. આ અવસરે ગીજુભાઈ ભરાડ, કાંતિભાઈ કપાસી, સી.પી.દલાલનું નમ્રમુનિનાં વરદ હસ્તે રાજકોટ રત્નનો એવોર્ડ અપાયો.

X
Rajkot - રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણ પર્વના -છઠ્ઠા દિવસે ગુરુદેવો પ્રત્યે ઉપકારભાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App