• Gujarati News
  • National
  • ખેડૂતો ચોખ્ખી મગફળી લાવ્યા’તા, માટી ધૂળ પછી ભેળવાયા : ધાનાણી

ખેડૂતો ચોખ્ખી મગફળી લાવ્યા’તા, માટી-ધૂળ પછી ભેળવાયા : ધાનાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગફળી કાંડમાં વિપક્ષે સતત ત્રીજા દિવસે ધરણાં કર્યા હતા. જૂના યાર્ડમાં ખાલી બારદાન સળગાવવા મુદ્દે પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે, જ્યાં સીસીટીવી કેમેરા હોય, માણસોની અવર જવર હોય ત્યાં માત્ર સરકારી જ બારદાન જ સળગે છે. અન્ય વેપારીઓનો માલ સલામત રહે છે ત્યારે આ મુદ્દો શંકા ઉપજાવે છે કે ખાલી બારદાન સળગ્યા નથી. સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટનાને 6 માસ જેટલો સમય વીતી ગયા પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. મગફળી કાંડ હોય કે કોથળા કાંડ દરેકના પરિણામ જનતાની સમક્ષ આવવા જોઈએ. આ સત્ય સામાન્ય જનતાથી સરકાર છુપાવી રહી છે, જ્યારે મગફળી કાંડ સંદર્ભે તેઓએ કહ્યું હતું કે, ખેડૂતો ચોખ્ખી જ મગફળી લાવ્યા હતા. ધૂળ, માટી, કાંકરા તો પાછળથી ભેળવવામાં આવ્યા છે. તમામ ગોડાઉન સીલ કરી દેવા જોઈએ. વધુમાં મગફળી કાંડ મુદ્દે સરકાર પર વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આક્ષેપો કર્યા હતા કે, ખેડૂત સરકારથી નારાજ હતા. તેણે ચૂંટણી જીતવી હતી માટે જ ભાજપે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો. આમાં પણ તેનો સ્વાર્થ હતો, જ્યારે ખેડૂતોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. ભાજપે પોતાના મળતિયાઓના ગોડાઉન ભાડે રાખીને પણ કૌભાંડ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...