• Gujarati News
  • National
  • વિદ્યાર્થિનીનો હાથ પકડી ધરાર ફ્રેન્ડશિપ કરવા લુખ્ખાનું દબાણ

વિદ્યાર્થિનીનો હાથ પકડી ધરાર ફ્રેન્ડશિપ કરવા લુખ્ખાનું દબાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકિયાસ્કૂલમાં ભણતી અને પંચાયત ચોક પાસે આવેલા નટરાજનગરમાં રહેતી ધોરણ-12ની વિદ્યાર્થિનીનો પીછો કરી હાથ પકડી ધરાર ફ્રેન્ડશીપ રાખવા ભોમેશ્વરમાં રહેતો અસામાજિક તત્વ અવારનવાર દબાણ કરતો હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બી.ટી. વાઢિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીના પિતા મેહુલભાઈ કામદારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જામનગર રોડ પર આવેલી ભોમેશ્વર સોસાયટીમાં રહેતા વિજય રણછોડભાઈ ધોળકિયા નામનો ભરવાડ યુવાન છેલ્લા ચાર મહિનાથી તેની પુત્રીની સ્કૂલ આસપાસ તેમજ ઘર સુધી પીછો કરી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો. ના પાડતા હાથ પકડીને કનડકગત શરૂ કરી હતી. અંતે કંટાળી જઈને ફરિયાદ નોંધાતા પોલીસે વિજયની શોધખોળ શરૂ કરી છે.

છેલ્લા ચાર મહિનાથી સ્કૂલ અને ઘર નજીક પીછો કરી છેડતી કરતો’તો

અન્ય સમાચારો પણ છે...