• Gujarati News
  • National
  • ♣♣♣♣ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

♣♣♣♣ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
♣♣♣♣ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

સ્ટેશન માસ્તરની સમય સૂચકતાને લીધે રાજકોટ નજીક ટ્રેનનો મોટો અકસ્માત થતા બચ્યો હતો. જો સ્ટેશન માસ્તરે એલર્ટ ન કર્યા હોત તો ટ્રેન પાટા પરથી ઊથલી પડી હોત અથવા સળગી ઊઠી હોત. જૂનાગઢથી પટના તરફ જતી સોડા પાવડર ભરેલી માલગાડી જ્યારે ખોરાણા અને કણકોટ સ્ટેશન વચ્ચે વહેલી સવારે 4.15 કલાકે પસાર થઇ રહી હતી ત્યારે ખોરાણાના સ્ટેશન માસ્તર આર.કે. ભાલોડિયા, વાંકાનેરના રેલ પથ નિરીક્ષક સુરેશકુમાર અને ખોરાણા સ્ટેશનના ગેટમેન રાહુલ મકવાણાએ ચાલતી ટ્રેનના વેગનમાંથી સ્પાર્ક થતો અને ધુમાડા નીકળતા જોયા. તેઓએ તરત જ આગળના સ્ટેશન માસ્તરને જાણ કરી. ત્યારબાદ આગળના સ્ટેશન કણકોટમાં ટ્રેન રોકાવી પરીક્ષણ કરાયું અને મોટી દુર્ઘટના ટળી હતી. આ સરાહનીય કામગીરી કરનાર ખોરાણાના સ્ટેશન માસ્તર ભાલોડિયા, પથ નિરીક્ષક સુરેશકુમાર અને ગેટમેન રાહુલ મકવાણાને રોકડ અને પ્રમાણપત્ર આપીને ડીઆરએમ નિનાવેએ સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...