• Gujarati News
  • National
  • રાજકોટ| રાજ્યમાં સિલેકશન ગ્રેડમાં 3 વર્ષની સેવા આપી 1 જાન્યુઆરી,2006

રાજકોટ| રાજ્યમાં સિલેકશન ગ્રેડમાં 3 વર્ષની સેવા આપી 1 જાન્યુઆરી,2006

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| રાજ્યમાં સિલેકશન ગ્રેડમાં 3 વર્ષની સેવા આપી 1 જાન્યુઆરી,2006 પહેલા નિવૃત્ત થયેલા અધ્યાપકોનું પેન્શન ચૂકવવાનો હાઇકોર્ટે ગત 20 જૂન, 2017ના રોજ ચુકાદો આપ્યા બાદ તેની અમલવારી ન કરતી રાજ્ય સરકાર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી હાઇકોર્ટમાં દાખલ કરાતા જ સરકાર હરકતમાં આવી ગઇ હતી અને ગુજરાતની તમામ કોલેજોને પરિપત્ર મોકલાવી દીધા હતા. અધ્યાપક પેન્શનર્સ સમાજે એક યાદીમાં જણાવ્યું હતું કે, સિલેકશન ગ્રેડમાં 3 વર્ષની સેવા આપી 1-1-2006ના રોજ નિવૃત્ત થયેલા અધ્યાપકોનું પેન્શન સુધારવાના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમમાં ગયા પછી પણ હારી ગયેલી સરકાર અમલ નહોતી કરતી પરંતુ સરકાર વિરુધ્ધ હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરવામાં આવતાં જ હાઇકોર્ટે સરકારને નોટિસ કાઢી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે હાઇકોર્ટના હુકમની અમલવારીની ખાતરી આપી તે મુજબના પરિપત્ર તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને મોકલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...