• Gujarati News
  • National
  • ત્રાંસી આંખના ભાઇઓ, બહેનો માટે નિ:શુલ્ક શિબિર

ત્રાંસી આંખના ભાઇઓ, બહેનો માટે નિ:શુલ્ક શિબિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા રણછોડદાસજીબાપુના ગુરુદેવ પતિત પાવન ભગવાનની જન્મજયંતી નિમિત્તે ત્રાંસી આંખ દર્દીઓ માટે નિ:શુલ્ક 23 જાન્યુઆરીના સવારે 10 થી 12.30 કલાકે રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ, કુવાડવા રોડ, સદગુરુ આશ્રમ રોડ રાજકોટમાં યોજાશે. કેમ્પનું ઉદ્દઘાટન હરિચરણદાસજી મહારાજના હસ્તે થશે. કેમ્પનો જરૂરીયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને સહાયરૂપ બનવા માટે યોજાશે. ત્રાંસી આંખનું ઓપરેશન પણ કરી અપાશે. કેમ્પનો ત્રાંસી આંખવાળા ભાઓ, બહેનોએ બહોળી સંખ્યમાં લાભ લેવા અનુરોધ કરાયો છે. પ્રવીણભાઇના જણાવ્યા મુજબ ત્રાંસી આંખને કારણે યુવક યુવતીઓને જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...