તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જામનગર પાસે અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર પાસે અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાંફર્નિચરના વ્યવસાયી તેમના પત્ની સાથે જામનગરમાં વાલ્કેશ્વરી વિસ્તારમાં રહેતા સાળાને ત્યાં પ્રસંગમાં આવી રહ્યા હતા ત્યારે તેમની કાર માર્ગ ઉપર એક બંધ પડેલી ટ્રકમાં ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત્માં યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીનું રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું.

રાજકોટના પરિન ફર્નિચર નામનો શો-રૂમ ધરાવતા દિપેશભાઇ ધીરજલાલ નંદાણી નામના 38 વર્ષીય વ્યાપારી અને તેમના 34 વર્ષીય પત્ની અવનીબેન જીજે-03-ડીએન-0029 નંબરની કારમાં રવિવારે સવારે રાજકોટથી જામનગરમાં રહેતા અવનીબેનના ભાઇ ભાવિનભાઇ રમેશભાઇ મજિઠિયાને ત્યાં પ્રસંગમાં આવવા નીકળ્યા હતા. ત્યારે ધુંવાવમાં આવેલી વિશ્રામ હોટેલ પાસે કાર ડિવાઇડર સાથે અકસ્માતે અથડાઇ હતી. આથી દિપેશભાઇએ કાર ઉપરનો કાબૂ ગુમાવતા કાર માર્ગ પર બંધ પડેલી ટ્રકની નીચે ધડાકાભેર અથડાતાં અકસ્માત થયો હતો. દંપતીને ગંભીર ઇજા થતાં દિપેશભાઇનુ ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ગંભીર ઇજાગ્રસ્ત અવનીબેનને 108 દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નિવડી હતી અને તેમનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

સાળાને ઘરે પ્રસંગમાં જઈ રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો