તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ, મોરબી, જામનગર જિલ્લામાં ઝાપટાં વરસ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ, મોરબી, જામનગર જિલ્લામાં ઝાપટાં વરસ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારેદિવસભર ભારેે મેઘાડંબર વચ્ચે રાજકોટ, મોરબી, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં સામાન્ય કહી શકાય તેવો વરસાદ થયો હતો. જામનગર જિલ્લામાં કાલાવડ અને ભાણવડમાં અડધો ઈંચ, તેમજ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.

રાજકોટ અને મોરબી જિલ્લામાં રવિવારે આખો દિવસ મેઘાડંબર છવાયેલો રહ્યો હતો. જોકે, સામાન્ય વરસાદ વરસતા લોકોને નિરાશા સાંપડી હતી. મોરબીમાં ઝાપટાંરૂપે માત્ર 8 મીમી વરસાદ થયો હતો. આવી રીતે ગોંડલમાં પણ ઝાપટું પડ્યું હતું. મેઘાડંબર વચ્ચે માત્ર સામાન્ય વરસાદ થતા ખેડૂતોના જીવ ઊંચા થઇ ગયા છે.

જામનગર અને દ્વારકા જિલ્લામાં ધ્રાબડિયા હવામાન વચ્ચે ઝાપટાં અને સામાન્ય વરસાદ થયો હતો. કાલાવડમાં 17 મીમી, ભાણવડમાં 17 મીમી, જોડિયામાં 4 મીમી વરસાદ નોંધાયો છે.

સોરઠ પંથકના મેંદરડામાં દિવસભર અડધો ઇંચ પાણી વરસ્યું હતું. મેંદરડામાં 15 મીમી, જૂનાગઢ 8, વંથલી 6, ભેંસાણ 5, માણાવદરમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ગીર-સોમનાથ જિલ્લામાં હળવા ઝાપટાં પડ્યાં હતાં.

કાલાવડ, ભાણવડ અને મેંદરડામાં અડધો ઇંચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો