તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દેશના 80 ટકા પરિવારના ચૂલા રાજકોટના લાઇટરથી સળગે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના 80 ટકા પરિવારના ચૂલા રાજકોટના લાઇટરથી સળગે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતની મોટાભાગની ગૃહિણીઓ રસોઇ બનાવતા પહેલા રાજકોટના બનેલા લાઇટરથી ગેસના ચૂલા પ્રગટાવે છે

બિઝનેસ રિપોર્ટર | રાજકોટ

રાજકોટઅને સૌરાષ્ટ્રના લોકોને જાણીને ગૌરવ થશે કે, દેશના 80 ટકા રસોડામાં ચૂલા પ્રગટાવવા માટે રાજકોટના કારખાનામાં બનતા લાઇટરનો ઉપયોગ થઇ રહ્યો છે. શહેરમાં અંદાજે 170 જેટલા નાના મોટા કારખાનાઓમાં લાઇટર બની રહ્યા છે. ભારતના મોટાભાગના ઉદ્યોગપતિ ચાઇનાનું નામ સાંભળતાની સાથે મૂંઝવણમાં મુકાઇ જાય છે, પરંતુ લાઇટરના ઉત્પાદનમાં તેનાથી ઉલ્ટુ છે. રાજકોટના લાઇટર ચાઇનાના માલને ટક્કર આપી રહ્યા છે.

સમગ્ર દેશમાં લાઇટર બનાવવામાં રાજકોટના ઉદ્યોગપતિઓએ છેલ્લા બે દાયકાથી કબજો કર્યો છે. રાજકોટમાં મોટાગજાના બે ડઝન જેટલા લાઇટર બનાવતા કારખાનાંઓ છે, 100 જેટલા મધ્ય અને 50-65 નાના યુનિટોમાં દૈનિક 45-50 હજાર લાઇટર તૈયાર કરી રાજકોટ બહાર મોકલવામાં આવી રહ્યા છે. રાજકોટના લાઇટર ઉત્પાદકો એકથી દોઢ વર્ષની ગેરંટિવાળા લાઇટર બનાવે છે. જેની બજારમાં 70-180 સુધીની કિંમત હોય છે અને ત્રણ વર્ષ ચાલે છે. ઉપરાંત રાજકોટમાં નો ગેરંટીવાળા લાઇટરનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું છે. ફૂટપાથ સહિતની છૂટક બજારમાં તે 15-20 રૂપિયામાં મળે છે.

રાજકોટના અનેક લાઇટર ઉત્પાદકોનો માલ હવે ઓનલાઇન શોપિંગ સાઇટ ઉપર પણ જોવા મળે છે. લાઇટ મુખ્ય ત્રણ પ્રકારના હોય છે, સર્કિટથી ચાલતા, ગેસવાળા અને પીજોવાળા લાઇટર. રાજકોટ પીઝોથી ચાલતા લાઇટરનુ મેન્યુફેકચરિંગનું હબ બની ગયું છે. રાજકોટમાં કોમર્શિયલ લાઇટર પણ બની રહ્યા છે, જેની લંબાઇ એકથી દોઢ ફૂટની હોય છે. કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં તમામ ગામોમાં ગેસજોડાણ આપવાની તૈયારી કરી રહી હોવાથી ઉદ્યોગનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ છે.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઓટોમોબાઇલ, ડીઝલ એન્જિન ક્ષેત્રે દેશમાં ડંકો વગાડ્યો છે ત્યારે સામાન્ય કહી શકાય તેવી હોમ એપ્લાયન્સની અનેક ચીજ વસ્તુ બનાવવામાં પણ રાજકોટના ઉદ્યોગકારોએ કાઠું કાઢ્યું છે જેમાં ખાસ કરીને ગેસ લાઇટર બનાવવામાં રાજકોટની અનેક પેઢીઓ અગ્રેસર છે. પેઢીઓ દ્વારા બનાવવામાં આવતા ગેસલાઇટરની ક્વોલિટી અને કિંમત સામે ચાઇનાની માર્કેટ પણ ટૂંકી પડી રહી છે. જેને કારણે દેશભરમાં રાજકોટના ગેસ લાઇટરની એક ડિમાન્ડ છે. ગેસ લાઇટરમાં પણ અવનવી વેરાયટી બજારમાં આપવા માટે રાજકોટના ઉદ્યોગકારો સતત પ્રયત્નશીલ રહે છે.

લોકલ બનાવટ સામે ચાઇનામાં લાઇટર બનાવતી કંપનીઓ લાચાર

રાજકોટમાંથી દૈનિક 45-50 હજાર લાઇટર બનાવાય છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો