તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેનત રંગ લાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ શહેર એટલે ડીઝલ એન્જિન ઉદ્યોગ અને ડીઝલ એન્જિન એટલે ફિલ્ડમાર્શલ એમ કહેવામાં આવે છે, તે કંપનીના માલિકે અનેક કષ્ટ સહન કરી વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું

અલ્પેશ રાણપરિયા | રાજકોટ

ગોંડલસ્ટેટનું છેલ્લું ગામ એટલે પાટણવાવ અહીં ખેડૂત પુત્ર તરીકે ફિલ્ડમાર્શલના સ્થાપકનો જન્મ થયો હતો. નાનપણમાં ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ગામમાં બીડી બનાવતી દુકાનમાં બીડી બાંધવાનું કામ શરૂ કર્યું, બાદમાં અનેક નાની-મોટી નોકરી કરી અને અંતે નક્કી કર્યું કે, હવે નોકરી નથી કરવી. નોકરી નથી કરવી તેવો વિચાર આવ્યો તે સમય સરકારે ડીઝલ એન્જિનમાં સબસિડી જાહેર કરતાં તે ઉદ્યોગમાં આગળ વધવાનું નક્કી કર્યું અને આજે ઉદ્યોગના તેઓ બેતાજ બાદશાહ બની ગયા છે.

ફિલ્ડમાર્શલ કંપનીના સ્થાપક પોપટભાઇ પટેલ પોતાની સંઘર્ષ યાત્રા અંગે બોલતા કહ્યું કે, ગામમાં બીડી બનાવવાની નોકરી બાદ ઓસમ ખાણ મંડળી કે જે બેલા (પથ્થર) વેચવાનું કામ કરતી તેમાં નોકરી કરી હતી. બેલાના પૈસા ઉઘરાવા ગામે ગામ જવાનું થયું ત્યારે રસ્તામાં અત્તર બનાવતી કંપની જે.પી. પારેખ એન્ડ સન્સના સેલ્સમેનની ગાડી ફસાઇ જતા તેમને મદદ કરી હતી. બાદમાં સેલ્સમેનને પૂછયું કે રાજકોટમાં કંઇ નોકરી મળે તેમ હોય તો કહેજો અને તેમની ટપાલ આવી અને હું રાજકોટ આવ્યો.

સંસ્મરણો વાગોળતા પોપટભાઇ કહે છે કે રાજકોટ શહેરમાં પ્રથમ વખત આવ્યો અને અહીં ધર્મશાળામાં રોકાયો, નોકરી કરી અને ફિટર, ટર્નર, લેથ મશીન ચલાવવાનો કોર્સ પણ કર્યો. બાદમાં એમ.બી. મગનલાલ એન્ડ કંપનીમાં વર્કિંગ પાર્ટનર તરીકે જોડાયો, ત્યારે તેમના માલિકે પૂછયું કે કામ કરીશને મેં કહ્યું ‘કામ કરતો કરતો પડી જઇશ ત્યાં સુધી કામ કરીશ’ બાદમાં રૂ.10 હજાર લઇ આવ તો 25 ટકા ભાગ આપું તેમ કહેતા સસરા પાસેથી ઉછીના લઇને આપ્યા હતા. ત્રણ વર્ષ બાદ મને રૂ.35 હજાર આપી છૂટો કર્યો અને હું સિક્કામાં સરકારી નોકરીમાં જોડાયો, ક્વાર્ટરમાં રહી કામ કર્યું પરંતુ પછી નક્કી કર્યું કે હવે નોકરી નથી કરવી. સમયે શું કરવું તે પ્રશ્ન હતો ત્યાં સરકારે ડીઝલ એન્જિનમાં 30 ટકા સબસિડી જાહેર કરી અને તે બનાવવાનું નક્કી કર્યું અને ફિલ્ડમાર્શલ કંપનીની ભાણજીભાઇ પટેલ સાથે સ્થાપના કરી બાદમાં તે છૂટા થયા અને મેં કંપની સંભાળી આગળ વધારી. આજે ફિલ્ડમાર્શલ કંપનીની પાંચ સિસ્ટર કંપની પણ છે.

પોપટભાઇ પટેલ

પ્રથમ વર્ષે 100, બાદ રોજ 500 એન્જિન બનાવ્યા

ભારતસરકારે વિદેશથી આવતા એન્જિનના બદલે સ્વદેશ એન્જિનને પ્રોત્સાહન આપવા માટે સબસિડી જાહેર કરતાં ફિલ્ડમાર્શલે 1963માં પ્રથમ વર્ષે 100 એન્જિન બનાવ્યા હતા. બાદમાં કંપનીનો વિકાસ કૂદકેને ભૂસકે વધતો ગયો અને કંપનીની ક્ષમતા દૈનિક 500 એન્જિન બનાવવાની થઇ ગઇ. ભારતનું કોઇ રાજ્ય નહીં હોય કે જ્યાં ફિલ્ડમાર્શલના એન્જિન ગયા હોય.

બીડી બનાવ્યા બાદ ડીઝલ એન્જિન ઉદ્યોગના બાદશાહ બન્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો